Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયપ્રાઇવસી પોલિસી મંજૂર નહીં થાય, તો 15/5 પછી વોટ્સએપ મેસેજ બંધ !

પ્રાઇવસી પોલિસી મંજૂર નહીં થાય, તો 15/5 પછી વોટ્સએપ મેસેજ બંધ !

- Advertisement -

વોટ્સએપની નવી પ્રાઈવેટ પોલીસી 8 ફેબ્રુઆરીથી લાગુ થવાની હતી પરંતુ મોટા વિવાદ બાદ કંપનીએ આ પોલિસીને મે સુધી ટાળી દીધી હતી. હવે ફરીથી પોતાની પ્રાઇવસી પોલીસીને લઇ વોટ્સએપએ નોટિફિકેશન બહાર પાડ્યુ છે. જે અનુસાર વોટ્સએપની પ્રાઇવસી પોલિસી 15 મે 2021થી લાગુ થવા જઇ રહી છે. મે મહિનામાં લાગુ થનાર વોટ્સએપની પોલિસીને લઇ વિવાદ થરૂ થઇ ગયો છે. કારણ કે જો તમે વોટ્સએપની નવી પોલિસીને નહીં સ્વીકારો તો તેના પછી તમે ન તો કઇ મેસેજ કરી શક્શો ન તો તમને કોઇ મેસેજ મળશે.

- Advertisement -

વોટ્સએપએ કહ્યું કે, યૂઝર્સ ત્યાં સુધી કોઇ મેસેજ સેન્ડ નહી કરી શકે અને ન તો કોઇ મેજેસ રિસીવ કરી શકે જ્યાં સુધી તેઓ શરતોને સ્વીકારી ના લે. જે લોકો નવી પોલિસીને સ્વિકારતા નથી તેમનું એકાઉન્ટ ઇનએક્ટિવ દેખાશે અને ઇનએક્ટિવ એકાઉન્ટ 120 દિવસ બાદ ડિલીટ થઇ જશે. શરતોને સ્વિકારવા માટે કંપની નોટિફિકેશન મોકલતી રહેશે અને પછી તેને પણ બંધ કરી દેશે.

નવી શરતોને લઇ સૌથી વધારે વિરોધ ભારતમાં છે કારણ કે ભારતમાં જ વોટ્સએપના સૌથી વધારે યૂઝર્સ છે. નવી પોલિસીથી લોકોને નારાજગી છે કે વોટ્સએપ હવે પોતાની પેરેન્ટ કંપની ફેસબુક સાથે વધારે ડેટા શેર કરવાની યોજના બનાવી રહી છે. જોકે વોટ્સએપએ ચોખવટ કરી છે કે, આવું નહીં થાય, પરંતુ ખરેખર અપડેટ બિઝનેસ એકાઉન્ટ સાથે જોડાયેલું છે.

- Advertisement -

વોટ્સએપ પહેલાથી જ ફેસબુક સાથે કેટલીક જાણકારીઓ શેર કરે છે, જેમ કે યૂઝરનું આઇપી એડ્રેસ અને પ્લેટફોર્મ દ્વારા ખરીદારી કરવાની જાણકારી પણ શેર કરે છે. પરંતુ યુરોપ અને યૂકેમાં આવું કરી શક્તી નથી, કારણ કે આ દેશોમાં અલગ-અલગ પ્રાઇવસી કાયદો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular