જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં યુવાનના દોઢ માસ પહેલાં છુટાછેડા થવાથી જિંદગીથી કંટાળીને તેના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર શાકમાર્કેટ પાસે રાજ પાનના ઢાળિયા વાળી શેરીમાં રહેતાં ચેતનભાઈ રમેશભાઈ કણજારીયા (ઉ.વ.32) નામના મજૂરી કામ કરતા યુવાનના દોઢ માસ પહેલાં છૂટાછેડા થયા હતાં. જેથી જિંદગીથી કંટાળીને બુધવારે સાંજના સમયે બીજા માળે આવેલા રૂમના પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ મૃતકના ભાઈ ધર્મેશ દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને જ્યાં યુવાનને તપાસતા તેનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. ત્યારબાદ આ અંગેની જાણ કરાતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


