થાઈલેન્ડમાં 72 વર્ષના એક વ્યક્તિએ તેની મૃત પત્નીની લાશને 21 વર્ષ સુધી પોતાના ઘરમાં રાખી હતી. થાઈલેન્ડના ચાર્ન, જે તેની પત્નીને ખૂબ પ્રેમ કરે છે, તેણે કહ્યું કે તેને આશા છે કે તેની પત્ની એક દિવસ બોલશે. પરંતુ આસપાસના લોકો અને સ્થાનિક પ્રશાસને તેને ઘણું સમજાવ્યું, પછી વૃદ્ધ વ્યક્તિએ તેની પત્નીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા તૈયાર થયા. અને 21 વર્ષ બાદ પત્નીના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા.
અંતિમ સંસ્કાર વખતે વૃદ્ધ પત્નીના મૃતદેહ પાસે ગયા અને કહ્યું – મને ખબર છે કે તમે થોડા સમય માટે જ ક્યાંક જઈ રહ્યા છો. હું આશા રાખું છું કે તમે ખૂબ જ જલ્દી તમારા ઘરે પાછા આવશો. આશ્ચર્યની વાત એ છે કે આજુબાજુના લોકોને પણ ખબર ન હતી કે ચાર્નની પત્નીનું મૃત્યુ થઇ ચુક્યું છે. 72 વર્ષીય વૃદ્ધે તેમની પત્નીના મૃતદેહને શબપેટીમાં રાખ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે તેના ઘરમાં વીજળી નથી, છતાં તેણે 21 વર્ષ સુધી શબ કેવી રીતે રાખ્યું, તે રહસ્ય જ રહ્યું.
જે ઘરમાં વૃદ્ધે તેની પત્નીનો મૃતદેહ રાખ્યો હતો તે ઘરમાં એક જ ઓરડો હતો. ઘરની આસપાસ ગાઢ જંગલ છે. થાઈલેન્ડના આ વૃદ્ધે તેની પત્નીનું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હતું. આથી તેની સામે છેતરપિંડી કે મૃત્યુ છુપાવવાનો કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.