અસાની વાવાઝોનું નબળું પડતું પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક હિસ્સા ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે. વાવાઝોનું આંધ્રપ્રદેશના પૂર્વી કિનારે પ્રતિ કલાક 85 કિ.મી.ની ઝડપે અથડાયુ હતુ, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આ વાવાઝોડુ વધારે નબળુ પડતા ગુરૂવારે સુધીમાં તો ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ બાજુએ વાવાઝોડુ છે તા રાજસ્થાન 46થી 47 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું. તેમા પણ જાલોરમાં 47 ડિગ્રીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.
વાર્ષિક ભારતીય હવામાન વિભાગે તેના બુલિટેનમાં જણાવ્યું હતું કે આ વાવાઝોડું આગામી કેટલાક કલાકોમાં ઉત્તર તરફ આગળ વધે તેવી સંભાવના છે. તે ઉત્તર તરફ આગળ વધીને બપોરથી સાંજ સુધીમાં નરસાપુર, યનમ, કાકીનાડા, તુની અને વિશાખાપટ્ટનમના કાંઠે અથડાઈ શકે છે. તે રાત સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ વટાવીને પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી શકે છે.
ઓડિશા સરકારનું કહેવું છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં રાજ્યમાં કેટલાક દક્ષિણી જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે, પરંતુ તેનાથી વિશેષ કોઈ અસર નહી થાય. ઓડિશા સરકારે પાંચ દક્ષિણી જિલ્લા મલ્કાન્ગીરી, કોરાપુટ, રાયગડા, ગંજમ અને ગજપતિનેહાઇ એલર્ટ પર મૂક્યા છે. આ પાંચેય જિલ્લામાં વાવાઝોડાની અસર પડી શકે છે. આ સિવાય ઓડિશામાં બીજી કોઈ ખાસ અસર થાય તેવી સંભાવના નથી.
આડિશાના સ્પેશ્યલ રિલીફ કમિશ્નર પી. કે. જેનાએ જણાવ્યું હતું કે ઓડિશામાં વાવાઝોડાની ખાસ અસર પડી શકે તેમ નથી. ભુવનેશ્ર્ચરના હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે વાવાઝોડાના લીધે દક્ષિણ ઓડિશામાં પ્રતિ કલાક 40થી 50 કિ.મી.ની ઝડપે પવન અનુભવાશે. માછીમારોને 12 મે સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રએ જણાવ્યું હતું કે મલ્કાનગ્રી, કોરાપુટ, રાયગડ, કાલાહાંડી, ગંજમ, ગજપતિ, કંધમાલ, નયાગઢ, ખુર્દા, પુરી, કટક અને ભુવનેશ્ર્વરમાં હળવાથી ભારે વરસાદ અનુભવાયો હતો.
જેનાએ જણાવ્યું હતું કે 60ઓડીઆરએએફ (ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ) યુનિટ્સ અને અગ્નિશામક દળની 132 ટીમને રાજ્યમાં ગોઠવી દેવાઈ છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)એ અસાની રાહત અને બચાવની કામગીરી માટે કુલ 50 ટીમ તૈયાર રાખી છે. 50માંથી 22ને પશ્ચિમ, બંગાળ, ઓડિશા અને આંધ્રમાં ગોઠવવામાં આવશે. જ્યારે બાકીની 28ને આ રાજ્યોની અંદર એલર્ટ રહેવા કહેવાયું છે.
કોલકાતાના હવામાન વિભાગે જણાવ્યું હતું કે પુર્બા અને પશ્ચિમ મિદનાપોર, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા અનેનાદિયા જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. કોલકાતાએ છેલ્લા 24 કલાકમાં 44.8 એમ એમ વરસાદ નોંધ્યો હતા. જ્યારે પશ્ર્ચિમમાં રાજસ્થાન ગરમીમાં શેકાયુ હતુ. સમગ્ર રાજસ્થાનના મોટાભાગના હિસ્સામાં બુધવારે તાપમાન 45થી 46 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ઝાલોરે મહત્તમ 47 ડિગ્રી તાપમાન નોંધાવ્યું હતું.