Saturday, January 17, 2026
Homeરાજ્યજામનગરહાપા યાર્ડમાં 20 હજાર ભારી મરચાની જંગી આવક

હાપા યાર્ડમાં 20 હજાર ભારી મરચાની જંગી આવક

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજરોજ મરચાની મબલખ આવક થઇ હતી. જેમાં 20 હજાર ભારીની જંગી આવક થતાં જગ્યાના અભાવે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી છે.

- Advertisement -

હાપા માર્કેટ યાર્ડમાં આજરોજ સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી મરચાની આવક ખોલવામાં આવી હતી જેમાં 220 વાહનો મારફતે 20,000 ભારી મરચાની આવક થઇ હતી. તમામ મરચા રાજકોટ જિલ્લામાંથી આવ્યા હોવાનું યાર્ડના સેક્રેટરી હિતેશભાઇ પટેલે જણાવ્યું હતું. તેમજ યાર્ડમાં જગ્યાના અભાવે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મરચાની આવક બંધ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular