13 વર્ષના બાળકની કાબુલથી દિલ્હી સુધીની ખતરનાક મુસાફરી વિશે જાણો… કે જ્યાં માઈનસ 50 ડિગ્રી તાપમાન અને ઓક્સિજનની કમીના કારણે જીવિત રહેવું મુશ્કેલ છે તેવી આ 40000 ફુટની ઉંચાઈ વાળી ખતરનાક મુસાફરી બાળકે કેવી રીતે કરી જાણો…
આવા દ્રશ્યો આપણે ફિલ્મોમાં જોયા છે પરંતુ, શું હકીકતમાં આ કરવું શકય છે તેવું આપણે વિચારી પણ નથી શકતા ત્યારે અફઘાની 13 વર્ષના બાળકે આ ખતરનાક મુસાફરી કરી હતી અને કાબુલથી દિલ્હી સુધી પહોંચ્યો હતો. ફલાઈટના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને તેણે કરેલી આ ખતરનાક મુસાફરી વિશે સ્ટાફ અને સીઆઈએસએફની ટીમે જાણીને ચોંકી ગયા હતાં.
આ ઘટનાની સમગ્ર વિગતો પર ચર્ચા કરીએ તો સવારના 07:30 વાગ્યા હતાં. કામ એરલાઈન્સની ફલાઈટ નંબર RQ 4401 કાબુલથી દિલ્હી જવા માટે તૈયાર હતી, વિમાનમાં મુસાફરો અને ક્રુ સહિત આશરે 200 લોકો સવાર હતાં. કાબુલથી દિલ્હીની 694 માઈલની મુસાફરી લગભગ બે કલાકનો સમય લે છે જે દરમિયાન 35 થી 40 હજાર ફુટની ઉંચાઈએ વિમાન પહોંચે છે અને 700 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. કાબુલ અને ભારતના સમયમાં એક કલાકનો ફેર છે. સ્થાનિક સમય મુજબ 7:56 વાગ્યે ઉડાન ભરાઇ છે જે ટેકઓફ કર્યા પછી તે લગભગ 40 હજાર ફુટની ઉંચાઈ એ પહોંચ્યું હતું અને સવારે 10:20 વાગ્યે ટર્મિનલ 3 પર ઉતરી 1 કલાક 24 મિનિટમાં યાત્રા પૂર્ણ કરી દિલ્હી પહોંચી હતી. ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય મુસાફરો એક પછી એક ઉતરવાના હતાં. એરલાઈનનો ગ્રાઉન્ડ સ્ટાફ પહોંચ્યો અને તેણે કંઈક જોયું કે વિમાનના પૈડા પાસે જમીન પર એક બાળક ઉભુ હતું. જેને કાળો કોટ અને ખાખી રંગનો કૂર્તા – પાયજામા પહેર્યો હતો. વિમાનનો દરવાજો ખુલે તે પહેલાં આ બાળકને વિમાન નજીક જોઇને ગ્રાઉન્ડ સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયો. અને બાળકને પુછયુ કે તે કોણ છે અને ત્યાં શું કરી રહ્યો છે તેની વાત સાંભળી ગ્રાઉન્ડ સ્ટાફને આશ્ચર્ય થયું કે તે કાબુલથી દિલ્હી વિમાનમાં આવ્યો પરંતુ, અંદર બેસીને પણ લેન્ડીંગ ગિયરમાં બેસીને આવ્યો હતો.
સ્ટાફે તરત જ સીઆઈએસએફને જાણ કરી અને તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચીને સૌ પ્રથમ બાળકની તપાસી નક્કી કર્યું કે, બાળક ઠીક છે કે નહીં પછી તેને સાથે લઇ જાય વાતચીત કરી જે દરમિયાન જાણવા મળ્યું કે, આ 13 વર્ષનો છોકરો અફઘાનિસ્તાનના કુન્દુઝનો છે તે કુન્દુઝથી કાબુલ જાય છે પછી તે ટિકિટ, પાસપોર્ટ કે વિઝા વિના કાબુલ એરપોર્ટમાં પ્રવેશ કરે છે. યોગાનુયોગ ત્યારે ફલાઈટ નંબર RQ 4401 દિલ્હી જવા માટે રનવે પર હતી. મુસાફરી વિમાનમાં પહોંચી રહ્યા હતાં. તે જાણતો હતો કે ટિકિટ, પાસપોર્ટ કે વિઝા વિના વિમાનમાં ચઢી શકશે નહીં ત્યારે તેને ચઢવા માટે નવો આઈડિયા આવ્યો અને તે વિમાનના ખુલ્લા પૈડા પર એક બોકસ જેવી જગ્યા કે જેને લેન્ડિંગ ગિયર તરીકે ઓળખવામાં આવે છે.
બધાની નજર ટાળીને તે પાછળના પૈડા, લેન્ડિંગ ગિયર વચ્ચેની નાની ખાલી જગ્યામાં બેઠો તેની પાસે એક સ્પીકર સિવાય કોઇ સામાન નહતો. તેને એવું માન્યું કે, આ વિમાન તેને ઈરાન લઇ જશે. તે બેસી ગયો. વિમાને ઉડાન ભરી. લેન્ડીંગ ગિયર બંધ થયા. બાળક ખુણામાં લપેટાઈને બેઠો હતો ત્યારે લગભગ દોઢ કલાકની આ મુસાફરી જે 40000 ફુટની ઉંચાઈએ પહોંચી હતી. જ્યાં સામાન્ય રીતે માઈનસ 50 ડિગ્રી તાપમાન પહોંચે છે અને ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી જાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને વ્યક્તિ મૃત્યુ તરફ દોરી જાય છે. માઈનસ 50 ડિગ્રીમાં લોહી થીજી જાય છે તો ક્યારેક નસો ફાટી જાય છે. જ્યારે એન્જિનનો અવાજ કાન ફાડી નાખે છે ત્યારે આ પરિસ્થિતિમાં જીવિત રહેવું ચમત્કારથી ઓછું નહતું.
બાળક 13 વર્ષનો હતો, ભુલથી દિલ્હી પહોંચ્યો હતો, ચકાસણી કર્યા પછી સીઆઈએસએફ એ તેને આઇબી પાસેથી ખાતરી લઇને પરિવાર સાથે વાતચીત કરીને કોઇ કેસ દાખલ ન કરતાં કાબુલ પરત મોકલવામાં આવ્યો હતો. આમ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના ડેટા અનુસાર 1947 થી 2021 દરમિયાન વિશ્ર્વભરમાં 132 લોકો લેન્ડીંગ ગિયરમાં મુસાફરી કરી હતી. જેમાંથી 77 ટકા લોકો ગુંગણામણ, લોહી ગંઠાઈ જવુ જેવા કારણોથી મૃત્યુ પામ્યા હતાં ત્યારે આ બાળકની આ ખતરનાક મુસાફરીએ લોકોને ચોંકાવી દીધા હતાં.


