શ્રી વૈશ્વાનર યુવા સંગઠન તથા શ્રીમદ્ અનિરુધ્ધ પુષ્ટિમાર્ગીય મહા વિદ્યાલય દ્વારા આયોજિત હોરી ધમાર રસિયા ફૂલફાગનું આયોજન મોટીહવેલી ખાતે કરવામાં આવ્યું હતું.
હોરી આઇએ કાન્હા બ્રિજ કે રસિયા-જામનગરમાં મોટી હવેલી ખાતે પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદય, શ્રી પૂ.પા.ગો. રસદ્રિરાયજી મહોદય તથા પૂ.પા.ગો.શ્રી પ્રેમાદ્રરાયજીના મંગલ સાનિધ્યમાં શ્રી વૈશ્ર્વાનર યુવા સંગઠન તથા શ્રીમદ્ અનિરુધ્ધપુષ્ટિમાર્ગીય મહા વિદ્યાલય દ્વારા હોરી ધમાર રસિયા ફૂલફાગ યોજાયો હતો. આ તકે જામનગર જિલ્લા કલેકટર કેતનભાઇ ઠક્કર, ઉદ્યોગપતિ વિપુલભાઇ કોટક, મિતેષભાઇ લાલ, નિરજભાઇ દત્તાણી સહિતના અગ્રણીઓ તેમજ મનોરથી પરિવારના દિનેશભાઇ મારફતીયા, જયેશભાઇ મારફતીયા, રણજીતભાઇ મારફતીયા પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતાં અને હોરી રસિયા ધમાર ફૂલફાગનો સર્વે વૈષ્ણવોએ આનંદ લીધો હતો.


