Sunday, December 14, 2025
Homeરાજ્યગુજરાતઅમદાવાદ સીરીયલ બ્લાસ્ટમાં ઐતિહાસિક ચુકાદો : 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદ

અમદાવાદ સીરીયલ બ્લાસ્ટમાં ઐતિહાસિક ચુકાદો : 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદ

જાણો, 26 જુલાઈ 2008ની સાંજનો સમગ્ર ઘટનાક્રમ

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો આજે 18 ફેબ્રુઆરી ના રોજ 14 વર્ષ બાદ આવ્યો છે. અમદાવાદ બ્લાસ્ટ કેસના કુલ 49 આરોપીઓ પૈકી કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા જ્યારે 11 ને આજીવન કેદની સજા સંભળાવી છે. UAPA એક્ટ હેઠળ ફાંસી ની સજા થઈ હોય તેવો દેશનો પ્રથમ કિસ્સો છે. સાથે જ  મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હજારનું વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર આપવા આદેશ કરાયો છે અને આરોપીઓને કોર્ટે 2.85 લાખનો દંડ ફટકર્યો છે.

- Advertisement -

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ સવા કલાકના સમયગાળામાં 19 સાઈકલ, 2કાર, 1બસમાં મળીને કુલ 23 બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 246 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આ કેસમાં પોલીસે 19 દિવસમાં કેસ ઉકેલી આરોપીઓને શોધી કાઢ્યા હતા. જે પૈકી 49ને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. અને 38ને ફાંસીની સજા જયારે 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 2008 સિરિયલ બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધાર યાસિન ભટકલ દિલ્હીની જેલમાં, જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચિનની જેલમાં છે.

26 જુલાઈ 2008ની સાંજે રોજ 23 બ્લાસ્ટ થયા

- Advertisement -

અમદવાદના મણીનગરમાં સાંજે 6:30થી રાત્રીના 7:45 સુધીમાં 5 બ્લાસ્ટ થયા

ખાડિયા વિસ્તારમાં સાંજે 6:30 વાગ્યે 3 બ્લાસ્ટ થયા

- Advertisement -

ગોવિંદવાડી વિસ્તારમાં 6:15થી 6:30ના સમયગાળામાં 1 બ્લાસ્ટ થયો હતો.

નારોલ વિસ્તારમાં 6:15થી 6:30ના સમયગાળામાં 2 બ્લાસ્ટ

કાલુપુર વિસ્તારમાં સાંજે 6:30થી 6:45 દરમિયાન 1 બ્લાસ્ટ થયો હતો

નરોડામાં 6:30થી 6:45 દરમિયાન 1 બ્લાસ્ટ

ઓઢવ વિસ્તારમાં 6:30થી 6:45 વાગ્યે 1 બ્લાસ્ટ

બાપુનગરમાં 6:30થી 7:00 દરમિયાન 1 બ્લાસ્ટ

રામોલમાં 6:40 વાગ્યે 1 બ્લાસ્ટ

હાટકેશ્વર રોડ વિસ્તાર, અમરાઈવાડીમાં 6:45 1 બ્લાસ્ટ

સરખેજમાં સાંજે 7 વાગ્યે 1 બ્લાસ્ટ

શાહીબાગમાં 7:30થી 7:45 વચ્ચે 1 બ્લાસ્ટ

કલોલમાં 7:30 વાગ્યે 1 બ્લાસ્ટ થયો હતો.

આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ રાતદિવસ કામે લાગી હતી, જેમાં આશિષ ભાટિયા, અભય ચુડાસમા, હિમાશૂ  શુક્લ, ઉષા રાડા, મુયર ચાવડા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. અને 19જ દિવસમાં 30 આરોપીઓની ધરપકડ થઇ હતી. અને કુલ 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચાલ્યો હતો. અને આજે કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ માન્ય રાખીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

38 દોષિતોને ફાંસી

ઇમરાન શેખ, ઇકબાલ શેખ, સમસુદ્દીન શેખ, ગ્યાસુદ્દીન અંસારી, આરીફ કાગઝી, અગરબત્તી વાળા, યુનુસ મંસુરી, કમરૂદ્દીન મહોમ્મદ, આમીલ પરવાજ, સફદર નાગોરી, હાફીઝ હુસેન, સાજીદ મંસુરી, અબ્બુબસર શેખ, અબ્બાસ સમેજા, જાવેદ અહેમદ શેખ, અતીકુરરહેમાન, અફઝલ ઉસ્માની, મહમદ આરીફ, આશીફ શેખ, મહમદ આરીફ, ક્યામુદ્દીન કાપડીયા, મહોમદ સૈફ શેખ, જીસાન અહેમદ, ઝીયાઉર રહેમાન, સૈફૂર રહેમાન, મોહમદ તનવીર, આમીન શેખ, મહોમદ મોબીન, અહેમદ, તૌસીફ ખાન

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular