ભારતમાં કોરોના સામેના જંગમાં ચાલી રહેલા મહાઅભિયાન વચ્ચે ઈતિહાસ રચાયો છે. દેશમાં વેક્સિનના 100 કરોડ ડોઝ આપવાની સિદ્ધિ હાંસલ કરવામાં આવી તેના ભાગરૂપે આજે સવારથી જ ઉજવણી થઇ રહી છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) દ્વારા દેશના 100થી વધુ ઐતિહાસિક સ્થાપત્યોને તિરંગાથી રોશન કરવામાં આવ્યા છે. આ ભવ્ય ઉજવણી માટે દેશભરના 100 પસંદગીના સ્મારકો બહાર પહેલેથી જ એલઈડી લાઈટો ફીટ કરી દેવાઈ હતી. ભારતભરમાં તિરંગાના રંગોથી ઐતિહાસિક ઈમારતો ઝળહળી ઉઠતા દિવાળી જેવો માહોલ સર્જાયો છે.