Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરVideo : આવી રે આવી... અથાણાની સીઝન રે આવી...

Video : આવી રે આવી… અથાણાની સીઝન રે આવી…

ઉનાળાની શરૂઆત થતા જ બહેનોના કામ વધી જાય છે. બારે માસના ઘઉં, ચોખા, મસાલા, વેફર બનાવવાના કામો વધતા જાય છે. તેમાં પણ કેરીની સીઝન એટલે બહેનો તો રસોડામાંથી નવરી જ નથી પડતી. તેમાં પણ હાલ હવે માર્કેટમાં બારે માસ ભોજન સાથે ચટાકેદાર અથાણા બનાવવાની ચીજો આવવા લાગી છે.

- Advertisement -

માર્કેટમાં અથાણાની કેરી, ગુંદા, ડારા, ગરમર દેખાવા લાગ્યા છે. આમ તો હવે આ કેરી ગુંદા ને ઘરે લાવીને અથાણા બનાવવાની ઉતાવડ છે પરંતુ આ વાતાવરણનો વરતાવો બહેનોને મુંજવી રહ્યો છે. છુંદો અગાસીએ નાખવો છે પરંતુ વરસાદ કયારે આવી જાય તે ખબર નથી… રાજ્યમાં ગઈકાલથી ગરમીએ જોર પકડયું છે. ત્યારે બહેનોને આશા છે કે તડાકામાં તેમના અથાણા થઈ જશે. એટલે બજારમાં મળતી અથાણાની કેરી, ગુંદા તરફ બહેનો દોડી રહી છે અને અથાણા બનાવીને પોતાના પીયર વેકેશન કરવા જવાનું વિચારી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular