Friday, November 22, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં અગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં અગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં 240 તાલુકામાં મેઘમહેર

- Advertisement -

જામનગર જીલ્લા સહીત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકામાં મેઘમહેરના પરિણામે ખેડૂતો ખુશખુશાલ થયા છે. અને વાતાવરણમાં થંડક પ્રસરી છે. આજે સવારથી પણ અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહીસાગર, મહેસાણા,ડાંગ, તાપી, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ખેડા, સુરત જિલ્લામાં નોંધાયો છે. 

- Advertisement -

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદી સીસ્ટમ સક્રિય બની છે.જેને લઇને હવામાન વિભાગે અગામી 24 કલાક રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ગાંધીનગર, વડોદરા,સુરત,નવસારી, વલસાડ,દમણ,પોરબંદર, જુનાગઢ અને ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular