Monday, December 15, 2025
Homeરાજ્યહાલારનંદાણા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બે નો ભોગ લીધો

નંદાણા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બે નો ભોગ લીધો

કલ્યાણપુરના નંદાણા ગામમાં રહેતાં પ્રૌઢને તેના ખેતરે હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જતા મોત નિપજ્યું હતું. ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતાં યુવાનને તેની ઓફિસમાં બેઠા હતાં ત્યારે હાર્ટએટેક આવતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મજબ, પ્રથમ બનાવ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રવજીભાઈ રાજાભાઈ નકુમ નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે તેમની વાડીએ ગયા હતા. ત્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર રામભાઈ નકુમે કલ્યાણપુર પોલીસને કરી છે.

અન્ય એક બનાવમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વતની અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહી અને મહેતાજી તરીકેનું કામ કરતા જીતેન્દ્રભાઈ હરિભાઈ ગોહેલ નામના 49 વર્ષના આધેડ ગઈકાલે રવિવારે આર.કે. બંદર વિસ્તારમાં આવેલી મોરી દંગાની ઓફિસમાં બેઠા હતા, ત્યાં તેમને એકાએક હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે સુભાષભાઈ હમીરભાઈ ચાવડાએ ઓખા મરીન પોલીસને જાણ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular