Wednesday, April 9, 2025
Homeરાજ્યજામનગરજામનગરના બર્ધન ચોકમાં પોલીસ ચોકી બન્યા બાદ પથારાવાળાઓને દૂર કરાયા - VIDEO

જામનગરના બર્ધન ચોકમાં પોલીસ ચોકી બન્યા બાદ પથારાવાળાઓને દૂર કરાયા – VIDEO

એસ્ટેટ અને પોલીસન ચાર-ચાર કર્મચારીઓ સવારે 9 થી રાત્રિના 9 સુધી ફરજ બજાવશે : મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ અધિક્ષકના હસ્તે પોલીસ ચોકી ખુલ્લી મુકાઈ

જામનગર શહેરના દરબારગઢથી બર્ધન ચોક થઈ માંડવી ટાવર સુધીના વિસ્તારમાં વર્ષોથી અડીંગો જમાવી બેઠેલા રેંકડી અને પથ્થારાવાળાઓને કાયમી ધોરણે હટાવવા માટે મહાનગરપલિકા અને પોલીસે સંયુકત અભિયાન હાથ ધરી બર્ધન ચોક વિસ્તારમાં પોલીસચોકી બનાવી દીધી હતી અને આ પોલીસ ચોકી બન્યા બાદ રેંકડી અને પથ્થારાવાળાઓને દૂર કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગર શહેરના દરબારગઢ થી બર્ધન ચોક થઇને છેક માંડવી ટાવર સુધીના સંપૂર્ણ એરિયામાં રેકડી-પથારાના દબાણોને માટે દૂર કરવા માટે મહાનગરપાલિકાનું તંત્ર અને સિટી-એ ડિવિઝન પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ગઇકાલે બર્ધન ચોક વિસ્તારમાં બર્ધન ચોક વિસ્તારમાં સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામા આવી હતી, જેમાં કુલ 4,900 રૂપિયા નું દંડ ફટકાર્યો આવ્યો હતો. સિટી એ ડિવિઝન પોલીસ તથા જામનગર મહાનગર પાલિકા ની ટુકડી ની આ કાર્યવાહી થી સંપૂર્ણ એરિયામાં રેકડી પથારાના દબાણોને દૂર થઇ ગયા છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા ના કમિશનર ડી.એન.મોદી તેમજ જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારબાદ થી દરરોજ બર્ધન ચોક ચોકીમાં સવારે 09:00 વાગ્યા થી છેક રાત્રીના 09:00 વાગ્યા સુધી એસ્ટેટ શાખાના 4 કર્મચારીઓ અને 4 પોલીસ કર્મચારીઓ ફરજ પર ગોઠવાશે અને ઉપરોક્ત તમામ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના દબાણ સર્જાય નહીં, તેની સંપૂર્ણપણે જવાબદારી નિભાવી રહ્યા છે.

આ કામગીરી જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ એન.એ.ચાવડા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એન.રાઠોડ તથા પીએસઆઇ વી.આર.ગામેતી સહિત જામનગર મહાનગરપાલિકા પાલિકા ની એસ્ટેટ વિભાગ ની ટુકડી દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular