ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ જામનગર સહિત રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આગળની પ્રવેશ પ્રક્રિયા માટે ગુજકેટ મહત્વપૂર્ણ હોય આજરોજ જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં સવારે 10 થી 12 દરમિયાન ભૌતિક રસાયણ વિષયનું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ગુજકેટની પરીક્ષા આપી હતી.