કોરોનાનું સંક્રમણ ઓછુ થતાં ગુજરાતમાં ધો.9 થી 12ના વર્ગો શરુ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ 6થી8ના વર્ગો શરુ કરવા રાજ્ય સરકારે મંજુરી આપી નથી. તેવામાં સુરતની ગજેરા સ્કુલે રાજ્ય સરકારના નિયમોથી ઉપરવટ જઈને ધો.6 થી 8ના વર્ગો શરુ કર્યા હતા.
સુરતના કતારગામની ગજેરા સ્કુલે સરકારની મંજુરી લીધા વગર જ ધો.6 થી 8ના વર્ગો શરુ કરતા વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓના આરોગ્યને જોખમમાં મૂકીને સોશિયલ ડીસ્ટન્સ વગર વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં બેસાડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ શાળાએ જઈને વર્ગો બંધ કરાવ્યા છે અને સંચાલકો સામે વધુ તપાસ હાથ ધરી છે. અને સમગ્ર ઘટના મામલે DEOએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાથી કહી શકાય કે જિલ્લા શિક્ષણાધિકારીના અધિકારીઓ હજી પણ નિંદ્રાધીન છે.
થોડા દિવસો પહેલા જ સુરતની એક શાળામાં ધો.10નો વિદ્યાર્થી પોઝીટીવ આવતા શાળા બંધ કરવામાં આવી હતી.