Tuesday, December 3, 2024
Homeરાજ્યગુજરાતકોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં 540 ટકા વધુ FDI ઠલવાયું

કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં 540 ટકા વધુ FDI ઠલવાયું

- Advertisement -

ગુજરાતને કોરોનાકાળ ખુબ જ ફળ્યો છે. કોરોનાકાળ દરમિયાન સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે ધંધા રોજગાર ઠપ્પ હતાં. ત્યારે વિદેશી રોકાણકારોએ ગુજરાતમાં અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે.

- Advertisement -

ઓકટોબર-2019 થી માર્ચ દરમ્યાન ગુજરાતમાં રૂા.18,870 કરોડનું સીધું વિદેશી મૂડીરોકાણ આવ્યું હતું. પરંતુ એપ્રિલથી નવેમ્બર 2020 દરમ્યાન ગુજરાતમાં રૂા.1,21,000 કરોડનું એફડીઆઇ આવ્યું છે. આ સમયગાળા દરમ્યાન દેશમાં જે સીધું વિદેશી મૂડી રોકાણ આવ્યું તે પૈકી 37.9% જેટલું એફડીઆઇ એકમાત્ર ગુજરાતમાં આવ્યું હતું. કોરોનાકાળ દરમ્યાન હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે રાજયમાં પણ એફડીઆઇ ઠલવાયું હતું.

જો કે આ સમયગાળા દરમ્યાન ગુજરાતમાં વિકાસ દર એટલો ઉંચો ન હતો. પરંતુ કેટલીક કંપનીઓ ચીનથી ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં શિફટ થવાથી આ મૂડી રોકાણ આવ્યું હતું. રાજયના ઉદ્યોગ અને ખાણ ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે.દાસના જણાવ્યા પ્રમાણે, વિદેશી કંપનીઓએ ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી, આઇટી અને ઓટો મોબાઇલ સહિતના ક્ષેત્રોમાં આ રોકાણ કર્યુ હતું. આ સમય દરમ્યાન વિદેશી મૂડી રોકાણને આવકારવા માટે ગુજરાત સરકાર દ્વારા પુષ્કળ પ્રોત્સાહનો અને છૂટ આપવામાં આવ્યા હતાં. એમ દાસે ઉમેર્યું હતું. પરંતુ આ સમયગાળા દરમ્યાન કઇ કંપનીઓએ ગુજરાતમાં આટલું તોતિંગ નાણું વિદેશોમાંથી ઠાલવ્યું. એ કંપનીઓના નામો જાહેર કરવાનો દાસે ઇન્કાર કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular