Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયસમૃધ્ધિમાં બીજા ક્રમે ગુજરાત ગરીબી ઘટાડવામાં નિષ્ફળ

સમૃધ્ધિમાં બીજા ક્રમે ગુજરાત ગરીબી ઘટાડવામાં નિષ્ફળ

ગુજરાતમાં ગરીબ લોકોની સંખ્યા પશ્ચિમ બંગાળની સમક્ષ : ખુદ ભારત સરકારના નીતિ આયોગના રિપોર્ટમાં ખુલાસો

- Advertisement -

દેશના સમૃધ્ધ રાજયોની યાદીમાં ગુજરાત મહારાષ્રટ્ર પછી બીજા ક્રમે આવે છે. પરંતુ ગરીબી ઘટાડવામાં ગુજરાત નિષ્ફળ રહયું છે. લાઇફ સ્ટાઇલ સુધારાણામાં ગુજરાત દેશના 15 રાજયોમાં પણ સામેલ નથી.

- Advertisement -

ગુજરાત ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં દેશમાં બીજા નંબરે આવે છે, પરંતુ જો ગરીબીમાંથી બહાર નીકળવું, પોષણયુક્ત આહાર, શિક્ષા, આરોગ્ય અને જીવનની ગુણવત્તા વધારાની વાત કરીએ તો ગુજરાત દેશમાં ટોપ 15 રાજ્યમાં પણ સામેલ નથી. આ કોઈ વિપક્ષ પાર્ટી દ્વારા નહીં, પરંતુ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા જુલાઈ 2023માં બહાર પાડવામાં આવેલું નેશનલ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં સામે આવ્યું છે.

મોટા અને સમૃદ્ધ સ્ટેટ, જેમ કે મહારાષ્ટ્ર જેની જીએસડીપી 400 ડોલર બિલિયન પ્લસ છે અને 150 બિલિયન પ્લસ સાથે ગુજરાત બીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં 7.81 ટકા લોકો મલ્ટીડાયમેન્શનલ પોવર્ટીમાં આવે છે. ગુજરાતમાં આ સંખ્યા 11.66 ટકા છે. ગુજરાતમાં ગરીબ લોકોની સંખ્યા સમૃદ્ધ ના ગણાતા વેસ્ટ બંગાળને સમકક્ષ છે, જે 11.89 ટકા છે. નોંધનીય છે કે નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે, વેસ્ટ બંગાળ અને મહારાષ્ટ્ર

- Advertisement -

બંને ગુજરાત કરતાં ઝડપથી એમપીઆઇની બહાર નીકળી રહ્યાં છે. વર્ષ 2015-2016થી વર્ષ 2019-21માં વેસ્ટ બંગાળમાં 9.41 ટકા પોવર્ટી ઘટી, જેની સામે ગુજરાતમાં આ ઘટાડો ફક્ત 6.81 ટકા છે. ત્યારે મહારાષ્ટ્ર પણ 6.99 ટકા સાથે ગુજરાત કરતાં આગળ છે. બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાન પહેલાં પાંચ રાજ્યોમાં આવે છે, જેમણે આ સમયગાળા દરમિયાન ગરીબીમાં 18.13 ટકાથી 13.56 ટકાનો ઘટાડો કર્યો છે, જે જોતાં ગુજરાતનું સ્થાન આ લિસ્ટમાં 16મા ક્રમે છે. ગુજરાતની માથાદીઠ આવક વેસ્ટ બંગાળ કરતાં વધારે છે, પરંતુ ગરીબી બંગાળમાં વધુ ઝડપથી ઘટી રહી છે. આંકડાશાસ્ત્ર અને મંત્રાલયના 2021-22ના અંદાજા મુજબ ગુજરાતની માથાદીઠ આવક અથવા ચોક્કસ વર્ષમાં વ્યક્તિની સરેરાશ કમાણી 2.5 લાખ રૂપિયા, પશ્ચિમ બંગાળના રૂપિયા 1.24 લાખ કરતાં બમણી હોવા છતાં ગરીબ લોકોની સંખ્યા ઓછી કરવામાં વેસ્ટ બંગાળ આગળ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular