ખાતરમાં ભાવ વધારો થવાના કારણે ખેડૂતોને મરણોતર માર પડયો હોય, ભાવ વધારો પાછો ખેંચી ખેડૂતોને રાહત આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વઉપપ્રમુખ ભીખુભાઇ વારોતરીયા દ્વારા માંગણી કરાઇ છે.
જેમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર અવાર-નવાર જાહેરાતો કરે છે કે, ખેડૂતની ઉપજની ડબલ વળતર મળે છે. પરંતુ પહેલા હતું તેનું અડધુ જ વળતર પણ મળતું નથી. ખેડૂતોને તેના હક્કનો પાક વિમો મળતો હતો તેમાં પણ પ્રધાનમંત્રી ફસલ કૃષિ પાક વિમા યોજના કરીને ખેડૂતોને મોટી કંપનીઓના હવાલે મૂકયા છે. ખેડૂતોને સતત મળતી સબસીડી ઓજારોમાં ખાતર અને દવાઓમાં પણ ઘટાડો થયો છે અને ખેડૂતો તેનો ભોગ બને છે. પેટ્રોલ અને ડિઝલમાં દરરોજ ભાવ વધે છે. જેના કારણે તમામ જીવન જરુરીયાતની વસ્તુમાં પણ ભાવ વધારો થઇ રહ્યો છે. ખેડૂતો તેમજ લોકો બેકારીના કારણે આપઘાતના બનાવો પણ વધી રહ્યાં છે. આથી ખાતર, ડિઝલ, પેટ્રોલનો ભાવ વધારો પાછો ખેચી ખેડૂત અને ગરીબ પ્રજાને રાહત આપવા માગણી કરાઇ છે.