Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતનાં ઉદ્યોગો પવન પારખી ઇ-કોમર્સમાં જોડાઇ ગયા

ગુજરાતનાં ઉદ્યોગો પવન પારખી ઇ-કોમર્સમાં જોડાઇ ગયા

- Advertisement -

- Advertisement -

દેશના આર્થિક વિકાસનું ગ્રોથ એન્જિન એમએસએમઇ છે. ત્યારે આ સેક્ટરને વધુને વધુ પ્રાધાન્ય આપવું જ પડે તેમજ છે. એટલું જ નહિં આ સેક્ટરમાં ટેક્નોલોજીનો વ્યાપ વધવા સાથે ડિજિટલાઇઝેશનની પણ આવશ્યકતા વધી છે. કોરોના મહામારીમાં નાના મોટા અનેક એમએસએમઇને માગનો અભાવ, ગ્રાહકોની શોધ તેમજ તેમના કર્મચારી-માર્કેટિંગ ખર્ચ સામે આવકનું સ્તર ઘણું નીચું રહ્યું હતું. ડિજિટલ યુગમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મનો સપોર્ટ લેવો આવશ્યક બન્યો છે ત્યારે ગુજરાતના એક લાખથી વધુ એમએસએમઇ ઇ- કોમર્સ પ્લેટફોર્મ 52 જોડાઇ ચૂક્યા છે દેશમાં 4-5 મોટા ઇ કોમર્સ પ્લેયરનો ગ્રોથ છેલ્લા એક વર્ષમાં 30-40 ટકાના દરે વધ્યો છે. કંપનીઓ માટે ગુજરાત મહત્વનું માર્કેટ બની ચૂક્યું છે. દેશના કુલ 45 અબજ ડોલરના માર્કેટમાંથી ગુજરાતનો હિસ્સો 8 ટકા એટલે અંદાજે 3 અબજ ડોલર પહોંચ્યું છે જેમાં પણ ગ્રામ્ય વિસ્તારમાંથી ક્ધઝ્યુમર ઝડપી વધી રહ્યાં છે.

દેશમાં કુલ ઇ-કોમર્સના માર્કેટમાં ગુજરાતનો હિસ્સો ટકા જેટલો એટલે કે 3 અબજ ડોલરે પહોંચ્યો અંદાજે 7-8 છે. ઓનલાઇન કંપનીઓ ગુજરાતના માર્કેટને સૌથી વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે. ગ્રાહકો હવે ઓનલાઇન ખરીદી તરફ ડાઇવર્ટ થઇ રહ્યાં હોવાથી ટ્રેડર્સ પણ પોતાની પ્રોડક્ટ ઓનલાઇન રજૂ કરવા આકર્ષાયા છે. માત્ર ગુજરાત જ નહિં દેશના તમામ રાજ્યો ઉપરાંત વૈશ્વિક સ્તરે નાના ઉદ્યોગો પોતાની પ્રોડક્ટનું ઇ-કોમર્સ પ્લટેફોર્મ પર સરળતાથી વેચાણ કરી કમાણીનો વ્યાપ વધારી રહ્યાં છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ ગુજરાતના અલગ-અલગ રાજ્યોની ભાષામાં એપ્લિકેશન રજૂ કરી શહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારને વધુને વધુ સાંકડી લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ખરીદી માટે ગ્રાહકો ઓફરની રાહ જોતા હોય છે ત્યારે ઇ-કોમર્સ કંપનીઓ આકર્ષક ઓફર રજૂ કરી વેપારને વેગ આપવા પ્રયાસ કરે છે. તેનો લાભ લાગ્યા છે. સ્થાનિક માત્ર ગ્રાહકોને જ નહિં પરંતુ ટ્રેડર્સને પણ મળી રહ્યો છે. ટ્રેડર્સ કોઇપણ જાતના આડકતરા ખર્ચ વગર રિટેલ સાથે ઇ કોમર્સ દ્વારા પણ વેચાણ વૃદ્ધિનો લાભ મેળવી રહ્યાં છે સૌથી વધુ હેન્ડીક્રાફ્ટ, લક્ઝરી પ્રોડક્ટમાં ગ્રોથ હોવાનું ઇસાબિઝ બ્રાન્ડના અદિતી ટિબરેવાલે જણાવ્યું હતું. ઇ-કોમર્સ પ્લેટફોર્મ ટ્રેડર્સ, સ્ટાર્ટઅપ, હોમ પ્રોડક્ટ, ગૃહ ઉદ્યોગોને પોતાની પ્રોડક્ટ પ્લેટફોર્મ પર લાવવા માટે આગળ લાવી રહ્યાં છે. દેશમાં કુલ સેલર્સમાં ગુજરાતના સૌથી વધુ સંખ્યામાં સેલર્સ છે જે બીજા ક્રમે રહ્યાં છે આ ઉપરાંત વપરાશકર્તામાં ગુજરાત ત્રીજા ક્રમનું માર્કેટ છે.

દેશના અર્થતંત્રમાં એમએસએમઇનું યોગદાન સૌથી વધુ 40-45 ટકા રહ્યું છે. જે વધારીને 50-55 ટકા સુધી લઇ જવું પડશે. પોઝિટીવ ગ્રોથ માટે અમેએસએમએ ટેકનોલોજીના માધ્યમનો વધુને વધુ ઉપયોગ કરવા સાથે ડિજિટલાઇઝેશન અપનાવવું જરૂરી છે. 2025માં 10 મિલિયન એમએસએમઇને ડિજિટલાઇઝેશન અપનાવતા થઇ જશે. જેના કારણે વેપારમાં ઝડપી વૃદ્ધિ થશે અને વડાપ્રધાનના 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમિમાં મહત્વનું યોગદાન પુરૂ પડશે. દેશમાં મેન્યુફેકિચરંગ ગ્રોથ સાથે વૈશ્ર્વિક સ્તરે નિકાસ વેપારમાં વધારો થાય તેવા પ્રયાસો કરવા પડશે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા નિકાસ વેપારમાં પણ ઝડપી વધારો થઇ રહ્યો છે. મહામારીમાં પણ છેલ્લા એક વર્ષમાં એક અબજ ડોલરની નિકાસ થઇ છે જેમાં ગુજરાતનું યોગદાન મહત્વનું રહ્યું છે.

એમઅસએમઇ તથા રાજય સરકાર સાથે મળીને ગુજરાતી પ્રોડકટની નિકાસમાં પણ ટ્રેડર્સે ઉત્સાહ દાખવ્યો છે. ગુજરાતી પ્રોડકટની નિકાસ 10 અબજ ડોલર લઇ જવાના લક્ષ્યાંકમાં અત્યારે એક ટકા સિધ્ધી મેળવી છે. કચ્છી, સુરતી, સૌરાષ્ટ્રની અનેક હોમમેડ, ભરત-નકશીકામ, માટીકામ, ટ્રેડિશનલ વર્કની મોટા પાયે ઉદ્યોગ કરનારા હવે આંગળીના ટેરવે વેપાર કરવા લાગ્યા છે. સ્થાનિક પ્રોડકટને ઓનલાઇન પ્લેટફોર્મ પર વિશ્ર્વવ્યાપી વેપાર ફરી રહ્યાં છે.

ડિજિટલ અવેરનેસ મહત્વનું પાસુ બન્યું છે. ગુજરાતના ભાતિગળ વસ્તુઓની ઓનલાઇનસેગમેન્ટમાં મોટા પાયે ડિમાન્ડ રહી છે. માત્ર ગુજરાતમાં જ નહિં દેશ-વિદેશમાં પણ વેપાર વધી રહ્યો છે જેના કારણે નાના ઉદ્યોગકારોને સપોર્ટ મળી રહ્યો અને તેમની બ્રાન્ડ ઇમેજ મજબૂત બની રહી છે. ગુજરાતના ટ્રેડર્સ ભારત અને વૈશ્ર્વિક સ્તરે ગ્રાહકો માટે એક મંચ પુરૂ પાડી રહ્યા છે. વેપારમાં ટ્રાન્સપરન્સી વધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular