ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ યથાવત છે. એપ્રિલ મહિનામાં ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડીગ્રી વટાવી ગયો હતો. શનિવારથી તાપમાનમાં થોડો ઘટાડો થતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. અને હવે 16-17 અપ્રિલના રોજ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે.
શનિવારથી તાપમાનમાં થોડો ઘટાડો થતા લોકો ગરમીથી રાહત મેળવી રહ્યા છે. આજથી તાપમાનમાં થોડો વધારો થયો છે, અગામી 16 અને 17 એપ્રિલના રોજ હવામાન વિભાગ દ્વારા ફરી હીટવેવની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 16 તારીખે હીટવેવની અસર જોવા મળશે. આ ઉપરાંત અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેશે.
હવામાન વિભાગના અનુસાર આજથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે અને 44 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ-પશ્રિમ દિશામાંથી ભેજવાળા પવન ફુંકાતા હતા. હવે વે ઉતર દિશામાંથી જમીન પરના પવન ફુંકાઇ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો થયો છે. હીટવેવથી બચવા દ્વારા તંત્ર દ્વારા લોકોને પણ તડકામાં કામ વગર બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે.