ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. તેમાં સરકારે હવેથી અમદાવાદ અને વડોદરામાંથી પણ રાત્રી કર્ફ્યું હટાવવાની જાહેરાત કરી દીધી છે. અગાઉ રાજ્યના અન્ય મહાનગરોમાંથી રાત્રી કર્ફ્યું દુર કરવામાં આવ્યો હતો. હવે ગુજરાતને રાત્રી કર્ફ્યું માંથી મુક્તિ મળી છે. આ સિવાય પણ અમુક પ્રકારની છુટછાટ મળી છે. આજથી આ ગાઈડલાઈન લાગુ થશે.
લગ્ન સામાજીક ધાર્મિક કાર્યક્રમોમાં 75 ટકાની ક્ષમતા સાથે કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બંધ સ્થળોએ 50 ટકાની ક્ષમતા સાથે કાર્યક્રમ યોજી શકાશે. બાકીના તમામ નિયંત્રણો હટાવાયા છે. 1 માર્ચ સુધી આ ગાઈડલાઈન અમલી રહેશે. લગ્ન પ્રસંગ માટે હવેથી ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે નહીં.
તમામ પ્રકારના રાજકીય, સામાજીક(લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમત-ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં, ખુલ્લા સ્થળની ક્ષમતાના 75 ટકા લોકોને, બંધ સ્થળની ક્ષમતાના બંધ સ્થળોએ 50 ટકા લોકોને મંજૂરી, જ્યારે બંધ સ્થળોએ 50 ટકાની ક્ષમતા સાથે કાર્યક્રમ યોજી શકાશે.
જીમ, બાગ-બગીચા સંપૂર્ણ ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે
બસ અને લક્ઝરીમાં 100 ટકા ક્ષમતા સાથે મુસાફરીને મંજૂરી
તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના 2 ડોઝ ફરજિયાત રહેશે. આ નિયમો 1 માર્ચ સુધી લાગુ રહેશે.