Saturday, September 14, 2024
Homeરાજ્યગુજરાતમત ગણતરીને લઇને માર્ગદર્શિકા જાહેર, કરવું પડશે આ નિયમોનું પાલન

મત ગણતરીને લઇને માર્ગદર્શિકા જાહેર, કરવું પડશે આ નિયમોનું પાલન

- Advertisement -

ગુજરાતની 6 મહાનગર પાલિકાઓને લઇને તા.21 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજવમાં આવ્યું હતું. જામનગર, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા આ છ મનપા પર આવતીકાલે એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની મતગણતરીની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેનું પાલન કરવાનું રહેશે. આ માર્ગદર્શિકા નીચે મુજબ છે.

- Advertisement -

મતગણતરી માટે એક  હોલમાં 7 જ ટેબલ ગોઠવાશે.

મત ગણતરીમાં રોકાયેલ તમામ સ્ટાફે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.

- Advertisement -

થર્મલ ગન, હોલને સેનીટાઈઝ કરવો પડશે.

જો એજન્ટ સંક્રમિત જણાય તો અન્ય એજન્ટ નીમી શકાશે.

- Advertisement -

સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે રીતે આયોજન કરવાનું રહેશે.

મતગણતરી સ્થળ પર યોગ્ય પબ્લિક એડ્રેસ સીસ્ટમ ગોઠવવા સુચના.

તગણતરી કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા, સી.સી.ટી.વી. કેમેરા, જરુરી સુચનાઓ સાથેના સાઇન બોર્ડ, સુવિધાઓ,  પારદર્શિતા સાથે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

જણાવી દઈએ કે રાજ્યની 6 મનપામાં ગઈકાલના રોજ મતદાન યોજાયું હતું. જે 48% રહ્યું હતું. જે પૈકી સૌથી વધુ મતદાન જામનગરમાં અને સૌથી ઓછુ મતદાન અમદાવાદમાં રહ્યું હતું. પરંતુ 6 મનપાની આવતીકાલે મતગણતરી થશે કે નહિ તેના પર પણ પ્રશ્નાર્થ છે. કારણકે કોંગ્રેસ દ્રારા સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને એક જ તારીખે મતગણતરી કરવા અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને ફગાવી દેવાતા આ મામલો આજે સુપ્રીમમાં પહોચ્યો છે. આગામી 28 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા તેમજ જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી યોજાવા જઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular