ભારત સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં ટીબી રોગને નાબુદ કરવાનું લક્ષ્ય છે. દેવભુમિ દ્વારકા જિલ્લાને પણ વર્ષ આ સમયગાળામાં ટીબી મુક્ત કરવાના અભિયાનમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની આઈસી ટીમ દ્વારા ખંભાળિયાની જી.વી.જે. હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં હોમગાર્ડના જવાનોની પરેડમાં ટીબી રોગ વિશે માહીતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત આરોગ્ય વિભાગની અન્ય યોજના જેવી કે પ્રાનમંત્રી જન આરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય.), તમાકુ નિયંત્રણ કાર્યક્રમ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. હોમગાર્ડના જવાનોને પોતાના ફરજના સ્થળ પર તેમની સાથે સંપર્કમાં આવતા લોકોને પણ આ આરોગ્યલક્ષી યોજના વિશે માહિતગાર કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું હતું.