સાયબર ક્રાઈમના વધતા ગુનાઓને ધ્યાને લઇ જામનગર પોલીસ દ્વારા નાગરિકોને સાયબર ક્રાઈમની ચુંગલથી બચવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત લોકોને જાગૃત કરવા અને સિનીયર સીટીઝનોને પણ સાયબર ક્રાઈમથી બચાવવા માટે સાયબર ક્રાઈમ જાગૃત્તિ અભિયાન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે સુરક્ષા સેતુ અંતર્ગત જઇંઊ ટીમ દ્વારા સાયબર ક્રાઈમ થી બચવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરુ પાડયું હતું.