પ્રાપ્ત વિગત મુજબ જામનગર જિલ્લાના સિક્કા જેટીએ થી મોટી ખાવડી પ્લાન્ટ તરફ જતી ગેસ એમોનિયા એસિડની પાઇપલાઇન ગતરાત્રે 02:30 વાગ્યાના સુમારે અચાનક લીકેજ થતા નાની ખાવડી ના રહેવાસીઓને દુર્ગંધ આવતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી જ્યારે વેહલી સવારે તપાસ કરાવતા નાની ખાવડીના રહેવાસી ભગીરથસિંહ જાડેજાના ખેતરની બાજુમાંથી પસાર થતી પાઇપલાઇન લીકેજ થયેલ હોય જેના લીધે ખેતરમાં આવેલ એક વૃક્ષ બળીને ખાખ થયેલ અને ખેતરમાં અળદનું વાવેતર કરેલ તે વાવેતરને પણ નુકસાન થયેલ હોય જેના અનુસંધાને સ્થાનિક લોકોએ જી.એસ.એફ.સી.નાં કર્મચારીઓને સવારથી જાણ કરેલ તેમ છતાં કંપનીના કોઈપણ સંચાલકોએ બપોરના 01: 30 વાગ્યા સુધી હાજર ન થતાં લોકોએ ટેલીફોન મારફત જિલ્લા કલેકટર કંટ્રોલરૂમમાં તેમજ ગ્રામ્ય મામલતદારને ઉપરોક્ત હકીકત વિશે જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આવી ઘટના અવાર નવાર થતી જ હોય છે જે બાબત સિક્કા ગામનો તથા નાની ખાવડી ગામજનોએ વારંવાર ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત તથા મૌખિક ફરિયાદો કરેલ હોય કે આ પાઈપલાઈન એકદમ જર્જરિત હાલતમાં હોય અને તે 30 થી 35 વર્ષ જુના સિમેન્ટ કોંક્રિટના થાંભલા ઉપર મૂકેલી હોય જે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે છે તો તંત્ર શું કોઈ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહ્યું છે? ભવિષ્યમાં ભોપાલ જેવી દુર્ઘટના બને તો જવાબદાર કોણ??
જ્યારે પણ કોઈ વ્યક્તિ કંપની વિરુદ્ધ અવાજ ઉઠાવે તો તેના ઉપર પોલીસ ફરિયાદ કરી દેવામાં આવે છે તો દેશના કિસાનો ખેડૂતો ન્યાયની આશા કોની પાસે રાખે એ હવે નક્કી કરવાનું રહ્યું કારણકે ત્યાંના લોકોનું કેવું છે કે અમો આ બાબતે સાંસદ સભ્ય પૂનમબેન માડમ તથા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ અને અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરેલ હોય તેમ છતાં અમારા ખેતરમાં ઉભા પાકને નુકસાન થાય છે અમારા વાડી ખેતરના રસ્તામાં કંપની દ્વારા બળજબરીપૂર્વક દીવાલો બનાવી નાખવામાં આવેલ છે અને કોઈપણ જાતનું અમોને વળતર આપવામાં આવતું નથી જેથી આજરોજ તા.01/10/21 ના રાત્રે 02: 30 વાગ્યાના સુમારે જે બનાવ બન્યો છે તેને જો કંપની કે કર્મચારીઓ ધ્યાન નહીં આપે તો અમો ગામજનો સાથે રાખી ઉગ્ર આંદોલન કરશું તેવી ચીમકી નાની ખાવડીના રહેવાસી ઇન્દ્રસિંહ ગગુભા જાડેજા, ભગીરથસિંહ રણુભા જાડેજા, પ્રવીણસિંહ હેમુભા ચુડાસમાએ મીડિયા સમક્ષ આપેલ છે.