Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારભાણવડના સેવકદેવળિયામાં જૂથ અથડામણ

ભાણવડના સેવકદેવળિયામાં જૂથ અથડામણ

6 થી 7 જેટલા લોકોને ગંભીર ઇજા

- Advertisement -

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સેવક દેવળિયા ગામે બે જૂથ વચ્ચે તકરાર સર્જાતા થયેલ મારામારીમાં 6 થી 7 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સેવકદેવળિયા ગામમાં એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ સર્જાઇ હતી. આ ઘટનામાં કેટલાક લોકો વચ્ચે ઘાતક હથિયારો વચ્ચે હુમલો થતાં મારામારીની ઘટનામાં 6 થી 7 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં 3 જેટલા લોકોને સારવાર આપવામાં આવી હતી. જયારે 3 થી 4 લોકોને ગંભીર ઇજા હોય જામનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે ભાણવડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક અનુમાન અનુસાર જુની અદાવતમાં સમગ્ર ઘટના બની હોવાનું જાણવા મળી રહયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular