જામનગરના પ્રદર્શન મેદાન ખાતે વિખ્યાત ગ્રેટ ગોલ્ડન સર્કસનો પ્રારંભ મેયર બીનાબેન કોઠારીએ રિબીન કાપી કરાવેલ આ સમયે સર્કસના મેનેજર મહેન્દ્રભાઈ, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા, ક્રિષ્નાબેન સોઢા, આશાબેન રાઠોડ, જામ્યુકોના પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર આનંદ રાઠોડ ઉપરાંત એરોઝ એડ.ના સંચાલક દિપકભાઈ પારેખ, કોર્પોરેટર ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
પાંચ વર્ષ પછી જામનગરના આંગણે આવેલા સર્કસમાં રશિયન, આફ્રિકન તથા ભારતના વિવિધ પ્રદેશોના કલાકારો દ્વારા રજૂ થતા હેરતઅંગેઝ કરતબો અને જોકરોની કોમેડી લોકોમાં આકર્ષણ બની રહેશે.