ખંભાળિયા નજીક એસ.ટી. બસ અને પીએસઆઇના વાહન વચ્ચે અકસ્માત સર્જાતા જીઆરડીના પીએસઆઇનું માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવની વિગત મુજબ જીઆરડીના પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં જશ્મીનભાઇ ઝિંઝુવાડીયા પ્રાઇવેટ વાહન મારફતે ખંભાળિયા નજીકથી પસાર થઇ રહ્યા હોય, આ દરમિયાન એસ.ટી. બસ સાથે અકસ્માત સર્જાતા પીએસઆઇ જશ્મીન ઝિંઝુવાડીયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી સીટી સ્કેન સહિતની સારવાર હાથ ધરવામાં આવી હતી.