જામનગર શહેરમાં હર્બલ ટોનિક (હર્બી) પ્રોડકટનું ખુલ્લેઆમ વેંચાણકર્તાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી દરમિયાન અંધાશ્રમ આવાસમાંથી રૂા.10,500 ની કિંમતની 70 બોટલો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા હર્બલ ટોનિક (હર્બી) પ્રોડકટનું ગેરકાયદેસર વેંચાણ કરતા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ હેકો જાવેદ વજગોળ અને પો.કો. હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સીટી સી ડીવીઝનના પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે અંધાશ્રમ આવાસ બ્લોક નં.91 અને રૂમ નં.4 માં કૃષ્ણ એન્ટરપ્રાઈજ નામની પેઢીમાં રેઈડ દરમિયાન રૂા.10,500 ની કિંમતની હર્બલ ટોનિક (હર્બી) પ્રોડકટની 70 બોટલો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.