Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયસાયબર ફ્રોડ રોકવા નવી માર્ગદર્શિકા બનાવશે સરકાર

સાયબર ફ્રોડ રોકવા નવી માર્ગદર્શિકા બનાવશે સરકાર

- Advertisement -

આજના સમયમાં બેંક તેમજ ગ્રાહકો સાથે સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે તેમજ અવાર-નવાર ઓનલાઈન છેતરપિંડિના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર બેંકો અને ગ્રાહકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે મહત્વપૂર્ણ પગલા લેવા જઈ રહી છે. આ માટે નાણામંત્રાલયે એક બેઠક બોલાવી છે. આજના ટેક્નિકલ યુગમાં બેંકિંગથી લઈને શોપિંગ સુધી તમામ મોટા ભાગના કામ ઓનલાઈન કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સાયબર ગુનેગારો પણ આનો ફાયદો ઉઠાવી ઓનલાઈન ફ્રોડ કરી લોકોને શિકાર બનાવી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર બેંકો અને ગ્રાહકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે મહત્વપૂર્ણ પગલા લેવા જઈ રહી છે. આ માટે નાણામંત્રાલય આગામી અઠવાડીયે ખાનગી બેંકોના અધિકારીઓ સાથે સાયબર સિક્યોરિટીના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે. ઉલ્લેખનિય છે કે આ મહિનાની શરુઆતમાં જ યુકો બેંક સાથે થયેલી 820 કરોડ રુપિયાની છેતરપિંડીને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ રહી છે.

- Advertisement -

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નાણા મંત્રાલયે પહેલેથી બેંકોને તેમની ડિજિટલ સિસ્ટમ અને સાયબર સુરક્ષા સંબંધિત પગલાંની સમીક્ષા કરવા માટે કહ્યું છે ત્યારે મંત્રાલય હવે ખાનગી ક્ષેત્રની બેંકો સાથે બેઠક કરીને પરિસ્થિતિ વિશે વધારે જાણકારી મેળવશે. આ અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે બેંકોએ સાયબર સુરક્ષાની જરૂરિયાતોનું એક સામાન્ય લઘુત્તમ માળખું વિકસાવવું જોઈએ જેથી નાણાકીય સંસ્થાઓ માટે શ્રેષ્ઠ પ્રયાસો અને ધોરણો સ્થાપિત કરવા અને તમામ સંસ્થાઓને સાયબર જોખમોથી પોતાને બચાવવા માટે જરૂરી પગલાં લેવામાં મદદ મળી શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular