Sunday, December 28, 2025
Homeરાજ્યજામનગરજામનગરના પ્રૌઢાનું જૂનું સોનું અને રોકડ લઇ સોની વેપારી પલાયન

જામનગરના પ્રૌઢાનું જૂનું સોનું અને રોકડ લઇ સોની વેપારી પલાયન

દાગીના બનાવવા માટે જૂનું 26 ગ્રામ સોનું અને રૂા. 90 હજાર રોકડા આપ્યા : દાગીનાની માંગણી કરતાં પ્રૌઢાને અપાઇ ધમકી : અન્ય વ્યક્તિએ રૂા. એક લાખ આપ્યા : પ્રૌઢા દ્વારા વેપારી વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ

જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રૌઢાએ જૂનું સોનું તથા રૂા. 90 હજારની રોકડ દાગીના કરાવવા માટે કચ્છના સોનીને આપ્યા બાદ સોનીએ પ્રૌઢાને મારી નાખવાની ધમકી આપી છેતરપિંડી હાથ ધર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નં. 58માં રહેતાં વર્ષાબેન ગોપાલભાઇ કટારમલ નામના (ઉ.વ.58) નામના પ્રૌઢાએ કચ્છના માધાપર ગામના જય વસંત સોની નામના શખ્સને સોનાના દાગીના બનાવવા માટે જૂનું 26 ગ્રામ સોનું તથા રૂા. 90 હજાર રોકડા આપ્યા હતા. ત્યારબાદ પ્રૌઢાએ આ સોનાના દાગીના માટે અનેક વખત માંગણી કરી હતી. પરંતુ સોનીએ સોનાના દાગીના આપવાને બદલે પ્રૌઢાને મારી નાખવાની ધમકી આપી હતી. સોનું તથા રોકડ રકમ પાછી આપી ન હતી. તેમજ મહાવીરસિંહ નામના વ્યક્તિએ પણ સોનાના દાગીના બનાવવા માટે જય સોનીને રૂા. એક લાખ આપ્યા હતા. આ બન્નેની સોનાના દાગીના માટે આપેલી રોકડ રકમ અને જૂનું સોનું લઇને સોની વેપારી પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ પ્રૌઢો આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એમ. એન. રાઠોડ તથા સ્ટાફએ વેપારી વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular