Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારજોડિયામાંથી 258 મણ જીરાની ચોરી આચરનાર ગોધરાની ‘તાલપત્રી ગેંગ’ ઝબ્બે

જોડિયામાંથી 258 મણ જીરાની ચોરી આચરનાર ગોધરાની ‘તાલપત્રી ગેંગ’ ઝબ્બે

દડિયા પાસેથી તસ્કર ગેંગના ચાર સાગરિતોને દબોચી લેતું એલસીબી : રૂા.14.85 લાખનું જીરૂ, આઈસર અને ત્રણ મોબાઇલ કબ્જે : અન્ય બે સાગરિતોની શોધખોળ : ‘તાલપત્રી ગેંગ’એ ત્રણ ડઝનથી વધુ ગુનાઓ આચર્યા હોવાની કેફિયત

- Advertisement -

જોડિયા ગામમાં આવેલા પેટ્રોલ પંપ પાસે આઈસર ગાડીમાં રાખેલું 258 મણ જીરુ ચોરી થયાના બનાવમાં એલસીબીની ટીમે આ ચોરીમાં ગોધરાની ‘તાલપત્રી ગેંગ’ ને બાતમીના આધારે રૂા.20 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ચાર શખ્સોને દબોચી પૂછપરછ આરંભી અન્ય બે સાગરિતોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

મળતી વિગત મુજબ, જોડિયા ગામમાં આવલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મગનભાઈ સંતોકી નામના યુવાને રૂા.17,07,778 ની કિંમતના 257 મણ 16 કિલો જીરૂ ભરેલું આઈસર પાર્ક કર્યુ હતું. અને ગત તા.2 ના રોજ રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો આઇસરમાંથી જીરૂની ચોરી કરી ગયા હતાં. ચોરીના બનાવમાં રાજ્યભરમાં આચરતી ‘તાલપત્રી ગેંગ’ની સંડોવણી એલસીબીના વનરાજ મકવાણા, ધાનાભાઈ મોરી, રાકેશ ચૌહાણ, કિશોર પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા જોડિયા પીએસઆઇ આર.ડી.ગોહિલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

દરમિયાન ચોરી કરેલું જીરૂ જીજે-09-ઝેડ-0582 નંબરના આઈસરમાં ભરીને જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં વેંચવા આવવાના હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન જામનગર તાલુકાના દડિયા ગામના પાટીયા પાસેથી પસાર થતા બાતમી મુજબના આઈસરને આંતરીને ખાલીદ ઉર્ફે ડાંગરી ઉર્ફે ભુરીયો યાકુબ ચરખા શેખ (ઉ.વ.41) (રહે. ઘુહીયા મહોલ્લા ચોકી નં.4 ગોધરા), ઇરફાન અબ્દુલહમીદ હુશેન દુરવેશ શેખ (રહે. ખંખાણિયા પ્લોટ અસરફી મસ્જિદ સામે, વેજલપુર રોડ, ગોધરા), ફૈસલ યાકુબ અબ્દુલા ઓકલા શેખ (રહે. રહેમતનગર, સ્ટીલની કોઠી પાછળ, વેજલપુર રોડ, ગોધરા) અને સુફિયા યાકુબ ઈસ્માઇલ પઠાણ શેખ (રહે. જુહાપુરા શાકમાર્કેટ રોડ, ગોધરા) નામના ચાર શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.14,85,000 ની કિંમતનું 225 મણ જીરૂ, રૂા.5 લાખની કિંમતની આઈસર ગાડી અને રૂા.15 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.20 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

એલસીબીની ટીમે ચારેય તસ્કરોને પૂછપરછ હાથ ધરતા ગોધરાની તાલપત્રી ગેંગના ચાર શખ્સો સિવાયના રમેશ જાળિયા આદિવાસી (રહે. ઈકોલી ચાર રસ્તા પુરણબજાર, ગોધરા) અને સુલેમાન અબ્દુલ ગની કઠડી (રહે. ઈકોલી ચાર રસ્તા પુરણબજાર, ગોધરા) નામના વધુ બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. આ તાલપત્રી ગેંગ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ધોરીમાર્ગ પર આવેલા પેટ્રોલ પંપ તથા હોટલ પર પાર્ક કરેલા ટ્રક અને આઈસરમાં ભરેલો સામાન તાલપત્રી કાપી વાહનમાંથી ચોરી આચરતા હોવાની ‘તાલપત્રી ગેંગ’ એ કેફિયત આપી હતી. તેમજ આ ગેંગ દ્વારા કુલ 36 ગુનાઓ આચરવામાં આવ્યા છે. જેના આધારે એલસીબીની ટીમે ‘તાલપત્રી ગેંગ’ના રિમાન્ડ મેળવવા અને અન્ય બે સાગરિતોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular