લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રાણીશીપ આરાધના ગેસની બાજુમાં રહેતી સુનિતાબેન સુરેશભાઈ પરમાર (ઉ.વ.30) નામની યુવતી ગત તા.15 ના 12:30 વાગ્યાના અરસામાં તેણીના ઘરેથી દુકાને મેગી લેવા જવાનું કહીને નિકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં યુવતીનો પતો લાગ્યો ન હતો. જેથી આખરે પરિવારજનો દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે મેઘપર પોલીસે મેગી લેવા ગયેલી અને લાપતા થયેલી યુવતીની શોધખોળ માટે તપાસ આરંભી હતી.