જામનગર અને દ્વારકા સહિત સમગ્ર રાજયમાં કોરોના મહામારીના પોઝિટિવ કેસોની સંખ્યામાં મોટો ઘટાડો આવ્યો હતો અને હાલ ઘણાં સમયથી આ મહામારીમાં એકાદ-બે પોઝિટિવ કેસ નોંધાય છે ત્યારે ફરીથી આ મહામારીમાં જામનગર શહેરમાં રહેતી પાંચ વર્ષની બાળકીનું કોરોનામાં મોત નિપજયું છે.
કોરોના મહામારીએ સમગ્ર વિશ્ર્વને અજગરી ભરડામાં લીધું હતું. આ મહામારીના કારણે વિશ્ર્વમાં કરોડો લોકોના મોત નિપજયાં હતા. તેમજ અસંખ્ય લોકો સંક્રમિત થયા હતાં. કોરોના મહામારીની ત્રીજી લહેર થોડાં સમય પહેલાં પૂર્ણ થઇ ગઇ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ ત્રીજી લહેર પૂર્ણ થતાં મૂકાયેલા પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યાં હતાં. પરંતું થોડા દિવસથી દિલ્હીમાં આ મહામારીએ ફરીથી કહેર વરતાવવાનું શરૂ કર્યું હતું અને તેના કારણે માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.
જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોના મહામારીની ત્રીજી લહેર પૂર્ણ થયા બાદ સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં હાલ કોરોનાના એક પણ દર્દી સારવાર માટે દાખલ નથી અને લોરોએ પણ આ મહામારીનો કહેર મહંદ અંશે ઘટી જતાં રાહત અનુભવી રહ્યા છે. ત્યારે શહેરના ગુલાબનગર પાસેના એક વિસ્તારમાં રહેતી પાંચ વર્ષ અને ત્રણ મહિનાની બાળકીનું હોસ્પિટલમાં કોરોનાથી મોત થયું છે. જોકે, બાળકીમાં કોઇ લક્ષણો જણાયા ન હતાં. તંત્ર દ્વારા બાળકીના જીનોમ સિક્ધવસિંગ માટે નમુના ગાંધીનગર લેબોલેટરીમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત મૃત્ક બાળકીના પિતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.