Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયાને મળી એફ.એમ ટ્રાન્સમીટર્સની ભેટ

ખંભાળિયાને મળી એફ.એમ ટ્રાન્સમીટર્સની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં કુલ 91 એફ.એમ ટ્રાન્સમીટર્સનું કરાશે વર્ચ્યુઅલ લોકાર્પણ

- Advertisement -

પ્રસારભારતી અને મહાનિર્દેશાલય આકાશવાણી દ્વારા સમગ્ર ભારતમાં નેશનલ બ્રોડકાસ્ટ તરીકે રેડિયોના માધ્યમથી મનોરંજન, માહિતી અને સમાચાર તથા સૂચનાઓનો બહોળો અને મહત્તમ લાભ શ્રોતાઓ અને સામાન્ય જનતાને મળે તે હેતુથી અંદાજે 100 વોટના કુલ 91 એફ.એમ ટ્રાન્સમીટર્સ સમગ્ર દેશમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેશે.

- Advertisement -

જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, વેરાવળ અને ખંભાળિયાને એફ. એમ ટ્રાન્સમીટર્સની ભેટ મળી છે જેને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ લોકાર્પણના સમગ્ર સમારોહનું જીવંત પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનની મુખ્ય ચેનલોમાં કરવામાં આવશે.ખંભાળિયા એફ એમ ખાતે પણ આ કાર્યક્રમ નિહાળવા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular