Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પ્લોટોનો ઘનિષ્ઠ વનિકરણ સહિતના મુદ્દાઓને જનરલ બોર્ડમાં મંજૂરી

જામનગરમાં પ્લોટોનો ઘનિષ્ઠ વનિકરણ સહિતના મુદ્દાઓને જનરલ બોર્ડમાં મંજૂરી

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આજે સવારે ટાઉનહોલ ખાતે મળી હતી જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સ્ટેન્ડીંગ કમિટીના મંજૂર કરેલ ઠરાવ, કોર્પોરેશનના પાંચ પ્લોટોનો ઘનિષ્ઠ વનીકરણ માટે વન વિભાગ તેમજ સંસ્થાને ગાર્ડન ડેવલપ કરવા સોંપવાના એજન્ડા સહિતના મુદ્દાઓને બહુમતિ સાથે બહાલી આપવામાં આવી હતી. આ બેઠક પૂર્વે વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા ભૂગર્ભ ગટર સહિતના મુદ્દે કીચડ અને ચલણી નોટોનો ડે્રસ પહેરી વિરોધ દર્શાવ્યો હતો. અધિકારીઓએ જનરલ બોર્ડમાં પણ કાળી પટ્ટી સાથે બાંધી પ્રમોશનની માંગણી સાથે વિરોધ કર્યો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આજે ડે.મેયર ક્રિષ્નાબેન સોઢાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠક પૂર્વે કોંગે્રસી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા ભૂગર્ભ ગટરના પ્રશ્ર્ને કપડા પર કાદવ લગાડી તેમજ ચલણી નોટો લગાવી વિરોધ કર્યો હતો. પ્રજા વિવિધ પ્રકારના વેરા ભરતી હોય આમ છતાં ભૂગર્ભ ગટર સહિતના પ્રશ્ર્ને પ્રજાને મુશ્કેલી પડી રહી છે. જેથી પ્રજાના પૈસા ભૂગર્ભ ગટરના કાદવમાં જતા હોય તેમ જણાવી રચનાબેને અનોખો વિરોધ કર્યો હતો. અને કોર્પોરેશનની બેઠકમાં પહોંચ્યા હતાં.

આજે યોજાયેલી સામાન્ય સભામાં ગત મિટિંગ્સને બહાલી આપ્યા બાદ જામનગર મહાનગરપાલિકા હસ્તકના ગાર્ડન માટે રિઝર્વેશન ધરાવતા જાડાની ટી પી સ્કીમના લાલવાડીથી હાપા માર્કેટીંગ યાર્ડ અને કાલાવડ રોડ તરફના વિસ્તારમાં આવેલા ટી પી સ્કીમ નંબર-2 અને 3(એ) ના ચાર પ્લોટો તથા રાજકોટ હાઈવે ઉપર આવેલા ખીજડિયા પમ્પીંગ સ્ટેશન પાસેના કોર્પોરેશનના એક પ્લોટને વન વિભાગ અને સંસ્થાને ઘનિષ્ઠ વનિકરણ માટે ડેવલપ કરવાના એજન્ડાને બહુમતિ સાથે બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીની ભલામણ અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 ની અમલવારી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કરવા અંગેના એજન્ડાને પણ બહાલી આપવામાં આવી હતી.

- Advertisement -

આજની સામાન્ય સભામાં પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફભાઈ ખફી દ્વારા વિકાસનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે, દર બે માસે સામાન્ય સભા યોજાઈ છે આમ છતાં વિકાસનો કોઇ મહત્વનો મુદ્ો બેઠકમાં લેવાતો નથી. તેમજ ભૂગર્ભ ગટરના પ્રશ્ર્નો અંગે અનેક ફરિયાદો હોય છે આમ છતાં તેનું કોઇ નિરાકરણ થતું ન હોય, આ અંગે ચર્ચા કરી હતી.

સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા દ્વારા સુજલામ સુફલામ યોજનાની અમલવારીના વખાણ કર્યા હતાં અને કામગીરીને બિરદાવી હતી. સિટી એન્જીનિયર ભાવેશ જાનીએ જણાવ્યું હતું કે, નદીના પટમાં દબાણ હશે તે 110% દુર કરવામાં આવશે. બે દિવસમાં વ્હોરાના હજીરાથી ગાંધીનગર સુધીના વિસ્તારમાં ડીઆઈએલઆર દ્વારા માપણી થશે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પ્રમોશનના મુદ્ે છેલ્લાં બે ત્રણ દિવસથી કાળી પટ્ટી બાંધી વિરોધ કરાઇ રહ્યો છે ત્યારે આજે જનરલ બોર્ડમાં પણ અધિકારીઓ કાળી પટ્ટી બાંધી પહોંચ્યા હતાં અને જનરલ બોર્ડમાં કાળી પટ્ટી સાથે વિરોધ સાથે જ ફરજ બજાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular