Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરVideo : જામનગર બન્યું મોદીમય : વડાપ્રધાનને આવકારવાં માનવ મહેરામણ ઉમટ્યું

Video : જામનગર બન્યું મોદીમય : વડાપ્રધાનને આવકારવાં માનવ મહેરામણ ઉમટ્યું

યુવાન દ્વારા માથાપર MODI તથા BJP નામનું હેર કટિંગ કરાવાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગરની ગૌરવવંતી ધરા પર પધારી રહ્યાં છે ત્યારે હાલારવાસીઓમાં પણ વડાપ્રધાનને આવકારવાં અનેરો થનગનાટ જોવાં મળી રહ્યો છે. અનેક વિકાસલક્ષી પ્રકલ્પો વડાપ્રધાન આજે જન સમર્પિત કરવાં જઈ રહ્યાં છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં પણ આ માટે આનંદની લાગણી જોવાં મળી રહી છે.

- Advertisement -

પ્રદર્શન મેદાન ખાતે હાલ બહોળી સંખ્યામાં માનવ મેદની ઉમટી છે. પ્રદર્શન મેદાન તરફ જતાં તમામ રસ્તાઓ હૈયે હૈયું દળાઇ તેવાં લોક પ્રવાહથી ભરચક બની રહ્યા છે. હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના નાગરિકોનો અવિરત પ્રવાહ જામનગર ખાતે વડાપ્રધાનને આવકારવા પહોંચ્યોં છે.

- Advertisement -

માનવ મહેરામણ સાથે જામનગરની ધરા પર અનેક મહાનુભવોનું પણ આગમન થઈ રહ્યું છે ત્યારે જામનગર માટે આ દિવસ સૂવર્ણ અક્ષરે અંકિત થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular