ગુજરાતના પરંપરાગત નૃત્ય ગરબાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ માટે નોમિનેટ કરવામાં આવ્યુ છે.ભારતે ગુજરાતનાપ્રખ્યાત પરંપરાગત નૃત્ય ગરબા ને યુનેસ્કો ની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષના ચક્ર માટે નવીનતમ નામાંકન પર વિચાર કરવામાં આવશે. યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસો વિભાગના સચિવ ટિમ કટિસે ગયા ડિસેમ્બરમાં કોલકાતાના દુર્ગા પૂજા ઉત્સવ’ને અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે ચિહ્તિ કરવા માટે દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ગરબાના હોદ્દાની વિગતો શેર કરી હતી.