હાલ એક તરક ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને બીજી તરક ગાંધીનગરમાં વિવિધ સરકારી કર્મયારીઓના વિરોધ પ્રદર્શન વધુને વધુ ઉગ્ર બની રા છે. કિસાન સંઘ, સંયુક્ત કર્મયારી મંડળ, વીસીઓ કર્મચારીઓ, આરોગ્ય કર્મયારીઓ અને નિવૃત્ત સૈન્ય જવાનોના આંદોલનની સાથે સાથે હવે વન રક્ષકો અને વર્ગ-4ના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે ઉતર્યા છે. આજરોજ વહેલી સવારથી જ ખુબ જ મોટી સંખ્યામાં વન વિભાગના કર્મયારીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને મોરચો શરુ કર્યો છે. વન રક્ષક અને વનપાલો રજા પગાર આને ગ્રેડ પે વધારવા મુદ્દે આંદોલન કરવા માટે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઇ રલા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા 45 દિવસથી ગાંધીનગરમાં આરોગ્ય કર્મયારીઓ હડતાલ કરી રહા છે. પોતાની પડતર માગણીઓ અને સમસ્યાઓનું નિવારણ લાવવા માટે આરોગ્ય કર્મયારીઓના આગેવાનોએ સરકાર દ્વારા રચાયેલી મંત્રીઓની કમિટી સાથે અગાઉ 3 વખત બેઠક કરી હતી. પરંતુ તે બેઠકોમાં કોઇ યોગ્ય નિવારણ ન આવતા આજે કરી ચોથી વખત આરોગ્ય કર્મચારી મંડળના આગેવાનો સરકાર સાથે બેઠક કરશે.