રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ હોટલ ઇમ્પીરિયલ પેલેસ હોટલના રૂમમાંથી જુગારધામ ઝડપાયું છે. પોલીસે રેઇડ દરમિયાન 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં મુખ્ય સંચાલક રાતૈયા ગામનો શખ્સ નરેન્દ્રસિંહ જાડેજા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડરો હોવાનું જણાઈ રહ્યું છે.
રૂમ નં.605માં ચાલતા જુગારધામ પર રેઇડ દરમિયાન નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા, અરવિંદભાઈ વશરામભાઈ ફળદુ, રાજુભાઈ દિલીપભાઈ મહેતા, કમલેશ દયાળજી પોપટ, ભરત મગનભાઈ દલસાણીયા, પ્રદીપ ધીરુભાઈ ચાવડા, મનીષ રસિકભાઈ સોનગરા, કરણ ઉઘડભાઈ પરમાર, વિપુલ કાંતિભાઈ બેચરા, રસિક દેવસીભાઈ ભાલોડિયાની ધરપકડ કરવામાં આવી છે.