દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામના વાડી વિસ્તારમાં આવેલી ફેકટરી પાસે ગત સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાજાભા નાગાજણભા નાયાણી, વેજાભા હોથીભા ચમડીયા, પ્રતાપસિંહ ખીમાજી જાડેજા અને કાનાભા કનીયાભા નાયાણી ચાર શખ્સોને સ્થાનિક પોલીસે દબોચી લીધા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ 13,430 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. અન્ય એક દરોડામાં મીઠાપુર પોલીસે આરંભડા ગામે આવેલા એક ધાર્મિક સ્થળના ઓટલા પર બેસી અને ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા કાયાભા આલાભા કેર, મનીષ ઉર્ફે જોન્ટી જેઠાભાઈ ખારવા, મયુરસિંહ ઉર્ફે પીન્ટુ બળવંતસિંહ વાઢેર અને હમીરભા જેઠાભા ભઠડ નામના ચાર શખ્સને ઝડપી લઈ, કુલ રૂ. 11,220 નો મુદ્દામાલ કબજે કરી, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
દ્વારકા તાલુકામાં બે સ્થળોએ જુગાર દરોડા
આઠ શખ્સો ઝડપાયા