Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર અને જિલ્લામાં સાત સ્થળોએ જુગાર દરોડા

જામનગર શહેર અને જિલ્લામાં સાત સ્થળોએ જુગાર દરોડા

- Advertisement -

જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં કારખાનામાંથી સીટી સી પોલીસે પાંચ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.27,090 ની રોકડ રકમ સહિત કુલ રૂા.1,57,090 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના રંગુનવાલા હોસ્પિટલ પાસે ઘોડીપાસાનો જુગાર રમતાં ચાર શખ્સોને રૂા. 13500ની રોકડ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં કાલાવડ નાકા બહાર ચલણી નોટો ઉપર એકીબેકીનો જુગાર રમતાં ચાર શખ્સોને રૂા. 11240ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ

  • પ્રથમ દરોડો જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર એસોસિએશન ચોકડી પાસે કે/1, 216 પ્લોટમાં ગુરૂ કૃપા એન્ટરપ્રાઈઝ નામના કારખાનેદાર પ્રશાંત હિતેશ કારોલિયા પોતાના કારખાનામાં નાલ ઉઘરાવી તીનપતિનો જૂગાર રમાડતા હોવાની સીટી સી ના હેકો યશપાલસિંહ જાડેજા, પો.કો. ખીમશીભાઈ ડાંગર તથા હર્ષદભાઈ પરમારને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો ફૈઝલભાઇ ચાવડા, જાવેદભાઈ વજગોળ, યશપાલસિંહ જાડેજા, પો.કો. હર્ષદભાઈ પરમાર, ખીમશીભાઈ ડાંગર, મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન પ્રશાંત હિતેશ કારોલિયા, હિરેન રમેશ કણઝારીયા, ધર્મરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા, પ્રતિક હરીશ લાબડીયા, મેહુલ નાથા કરમુર નામના પાંચ શખ્સોને રૂા.27,090ની રોકડ રકમ, રૂા.80 હજારની કિંમતના પાંચ નંગ મોબાઇલ ફોન, રૂા.50,000ની કિંમતના બે નંગ મોટરસાઈકલ સહિત કુલ રૂા.1,57,090ના મુદ્દામાલ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.
  • બીજો દરોડો જામનગર શહેરમાં રંગુનવાલા હોસ્પિટલ પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતાં સકીલ મુસ્તફા બુખારી, નુરમામદ હાજી ફુલવાલા, વકાસ હુશેન હનીફ શેખ, રુમાન અલ્તાફ ખફી સહિતના ચાર શખ્સોને સીટી-એ ડિવિજન પોલીસે રેઇડ દરમિયાન 13500ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • ત્રીજો દરોડો જામનગરના કાલાવડ નાકા બહાર પાંચહાટડી વિસ્તારમાં ચલણી નોટો ઉપર એકીબેકીનો જુગાર રમતાં જહુર નુરમામદ શેખ, ગુલામ હુશેન ઇસ્માઇલ પઠાણ, મહમદ આમદ રાડ, આરીફ હાજી સોલંકી નામના ચાર શખ્સોને સીટી-એ ડિવિઝન પોલીસે રેઇડ દરમિયાન રૂા. 11240ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
  • ચોથો દરોડો જામનગરના બેડીનાકા પાસે કડિયાવાડના ખુણે એકીબેકીનો જુગાર રમતાં મકબુલ અબ્દુલ દેખાની, સાજીદ અહેમદ બ્લોચ, યુનુસ ઓસમાણ શેખ, વિવેક અશોક મકવાણા નામના ચાર શખ્સોને રૂા. 3490ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
  • પાંચમો દરોડો જામનગરના વુલનમીલ ફાટક પાસે જાહેરમાં તિનપત્તી રમતા જીવણદાસ કેશવદાસ પરમાર અને ચાર મહિલા સહિત પાંચ શખ્સોને સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા. 2850ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • છઠ્ઠો દરોડો જામનગરના હાપામાં તિનપત્તિનો જુગાર રમતાં ચાર મહિલાઓને પંચ-એ પોલીસે રૂા. 11110ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
  • સાતમો દરોડો લાલપુર ગામમાં બસ સ્ટેશન પાસે વર્લી મટકાના આકડા લખી પૈસાની હારજીત કરતાં માલદે બેચર ખરા નામના શખ્સને લાલપુર પોલીસે રૂા. 340ની રોકડ અને વર્લીની સ્લિપ સાથે ઝડપી લીધો હતો.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular