જામનગર પોલીસ દ્વારા શ્રાવણી જૂગાર દરોડા દરરોજ પાડવામાં આવે છે દરમિયાન શહેર તથા જિલ્લામાં જુદા જુદા જુગાર સંબંધિત 12 દરોડામાં પાડવામાં આવ્યાં હતાં અને આ દરોડા દરમિયાન પુરૂષો તથા મહિલાઓ જુગાર રમતા ઝડપી લઇ તેમની પાસે રહેલી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર શહેરમાં ચેમ્બર કોલોની વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રમેશ તેજા પરમાર, પરેશ મધુસુંદરન ભટ્ટ, મહેશ કાના ગેડા, રામા ગોવિંદ ધૈયડા, રાજેશ લખમણ પરમાર નામના પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.24400 ની રોકડ અને 6500 ની કિંમતના ચાર મોબાઇલ મળી કુલ રૂા.30900 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામનગરના શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાસે તીનપતિનો જૂગાર રમતા આઠ મહિલાઓને રૂા.28300 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાં જાહેરમાં તીનપતિ રમતા પરાક્રમસિંહ ઉર્ફે મુનો ઘનશ્યામસિંહ જાડેજા, સુખદેવસિંહ મેરુભા જાડેજા, યશ કમલેશ જોઇસર, જિતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા ગંભીરસિંહ જાડેજા, કમલેશ સુરેશ મંગે, કુંજેશ ભીમજી પરમાર સહિતના છ શખ્સોને રૂા.21600 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગરના રણજીતસાગર રોડ પર નંદનવન પાર્ક 2 માં તીનપતિનો જૂગાર રમતા કિશોર શિવલાલ દાણીધારિયા, દિનેશ ગીગા ડાભી, નરેશ અરવિંદ લહેરુ, ઉમેદ વશરામ પરમાર, ગોપાલ ઉકા ધાપા નામના પાંચ શખ્સોને રૂા.16200 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
પાંચમો દરોડો, જામનગરના મોહનગર આવાસમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મનજી મંગલદાસ કટારમલ, જયરાજસિંહ ઉર્ફે રાજભા બાપભા જાડેજા, મનસુખ હરજી ગોહિલ નામના ત્રણ શખસોને રૂા.15300 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છઠો દરોડો, જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા મુરલીધર ચોક રામવાડીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા દિનેશ ઉર્ફે બાબુ ભીમજજી ચૌહાણ, જીજ્ઞેશ ઉર્ફે જીગો ચમન પરમાર, રાજેશ ઉર્ફે રાજુ ચમન પરમાર, વિશાલ ઉર્ફે ટકો ઉર્ફે પ્રાગજી ભટ્ટી, મુકેશ સામજી ચૌહાણ અને ચાર મહિલા સહિત નવ શખ્સોને રૂા.18700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાતમો દરોડો, જામનગર તાલુકાના દડિયામાં બાવળની ઝાડીઓમાં તીનપતિનો જૂગાર રમતા જયદીપ મહેશ હરવરા, અનિરુધ્ધ શૈલેષ હરવરા, ઉમેદ છોટાલાલ નંદા, અમિત દિનેશ નંદા, હેમંત કેશુર નંદા, સંદીપ અમુ નંદા, મુકેશ ચંદુ નંદા નામના આઠ શખ્સોને રૂા.18340 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આઠમો દરોડો, જામનગરના નવાગામ ઘેડ ગોપાલ સોસાયટી ટાવર પાસેથી તીનપતિનો જૂગાર રમતા મેરામણ કાના બોદર, દેવશી રણમલ ગોજિયા, હેમંત લખમણ નંદાણિયા નામના ત્રણ શખ્સોને રૂા.16200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
નવમો દરોડો, લાલપુર તાલુકાના મેમાણા ગામમાંથી તીનપતિ રમતા સંજય નરશી મકવાણા, મોતીલાલ પરસોતમ ચૌહાણ, પ્રકાશ ડાયા મકવાણા, દામજી જમન કણઝારિયા, ભરત દામજી મકવાણા, અરવિંદ કાંતિ ચૌહાણ, રાજા માયા જુંજા, વિશાલ સામજી ચૌહાણ નામના આઠ શખસોને રૂા.12750 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દશમો દરોડો, જોડિયા ગામમાં બંદર રોડ પર બાવળની ઝાડીઓમાંથી જૂગાર રમતા અનિરુધ્ધ રફિક રાધા, અકબર બાવલા સાયચા, મામદ હારુન કકકલ, રાજેશ ઉર્ફે પોપટ બેચર રીયા નામના ચાર શખ્સોને રૂા.11270 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
અગિયારમો દરોડો, લાલપુર તાલુકાના મીઠોઇ ગામમાંથી જૂગાર રમતા મહેન્દ્રસિંહ નવુભા જાડેજા, નારુભા માધુભા જાડેજા, મહેન્દ્રગર શંકરગર ગોસ્વામી સહિતના ત્રણ શખ્સોને રૂા.11170 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
બારમો દરોડો, જામનગર શહેરના ક્રિષ્નાપાર્ક શેરી નં.2 માં જાહેરમાં તીનપતિ રમતા નરેશ ચમન સોલંકી, અજય ગોપાલ સોલંકી, રમેશ ચના ઝાલા, રાજેશ રમેશ વાઘેલા, ભરત વશરામ સોલંકી, પ્રવિણ રમેશ ઝાલા, ભૂપેન્દ્ર મોતી વાઘેલા, અજય રાજેશ સોલંકી, ભાવેશ વશરામ સોલંકી નામના નવ શખ્સોને રૂા.10800 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.