જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કવોડ દ્વારા પુનિત હોટલ પાસે આઇપીએલના પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમતાં એક શખ્સને રૂા.17600ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ સીટી-બીના સર્વેલન્સ સ્કવોડના પોકો.દેવેનભાઇ ત્રિવેદી, સંજયભાઇ પરમારને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.સોલંકીની સુચના અને પીઆઇ એમ.એન.ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.એમ.કાંટેલિયા, એએસઆઇ હિતેશભાઇ ચાવડા, હેકો.રાજેશભાઇ વેગડ, પોકો. દેવેનભાઇ ત્રિવેદી, હરદિપભાઇ બારડ, સંજયભાઇ પરમાર દ્વારા આઇપીએલની કોલકતા નાઇટરાઇડર તથા સનરાઇઝર હૈદરાબાદ વચ્ચેની મેચ પર રનફેરનો જુગાર રમાડતો ભાવિક રાજેશભાઇ ઠાકરને રૂા.12,600ની રોકડ તથા રૂા.5000ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.17,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ પુછપરછ દરમ્યાન આડી આપનાર કિશન રામભાઇ ગઢવી વિરૂધ્ધ પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.