Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સીટી બસમાં દિવ્યાંગોને મફત મુસાફરી

જામનગરમાં સીટી બસમાં દિવ્યાંગોને મફત મુસાફરી

સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 2.19 કરોડના વિકાસ કામોને મંજૂરી : નિવૃત્ત થયેલા 3 કર્મચારીઓનું સન્માન કરાયું

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા સંચાલિત સીટી બસમાં દિવ્યાંગોને મુસાફરી મફત કરવામાં આવી છે. જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં આજે આ દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. મફત મુસાફરી માટે એસટી બસના ધારાધોરણો લાગુ પડશે.

- Advertisement -

ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની પખવાડિક બેઠકમાં કુલ 2.19 કરોડના જુદા-જુદા વિકાસકામોને મંજૂરી આપવામા આવી હતી. જેમાં તળાવ-3 અને તળાવ-2ની દિવાલને મરામત તેમજ મીગ કોલોની સાઇડ નવી દિવાલ બનાવવા માટે રૂા. 78 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જયારે ગુલાબનગર ઓવરબ્રિજથી ધુંવાવ સુધી સેન્ટ્રલ લાઇટીંગના કામ માટે 33 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત પંચવટી સોસાયટી કેનાલથી મિલન હોટલ થઇ એમ.પી. શાહ આવાસના વોકળા સુધી સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવવા માટે રૂા. 73 લાખના ખર્ચની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી.

આજની બેઠકમાં વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલાં કર્મચારીઓ, કમિશનરના પીએ બિપીનચંદ્ર પરમાર, મનોજભાઇ દોશી તેમજ રામદેવસિંહ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, કમિશનર વિજયકુમાર ખરાડી, આસી. કમિશનર ડાંગર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular