Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં દિકરીઓ માટે વિના મૂલ્યે પુસ્તકાલય અને કોચિંગ ક્લાસિસનો પ્રારંભ

જામનગરમાં દિકરીઓ માટે વિના મૂલ્યે પુસ્તકાલય અને કોચિંગ ક્લાસિસનો પ્રારંભ

- Advertisement -

જામનગરમાં સંવેદના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માતા રમાબાઈ પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત મહિલા પુસ્તકાલય અને સ્પર્ધાત્મક ક્લાસીસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આજના સ્પર્ધાત્મક યુગમાં વધુમાં વધુ યુવતીઓ પરીક્ષા પાસ કરે તે માટે વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે બાઈની વાડી મહાવીર નગર પાસે રણજીત સાગર રોડ કોમ્યુનિટી હોલમાં પુસ્તકાલય અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે પૂર્વ કોર્પોરેટર નીતાબેન પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય હકુભા જાડેજા, જામનગરના મેયર બીનાબેન કોઠારી, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કરતા રહ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતી યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ફી ચૂકવી શકતી નથી ત્યારે જામનગરના પૂર્વ કોર્પોરેટર નીતાબેન પરમારે એક નવતર પ્રયાસ કર્યો છે આ યુવતીઓને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે લાઇબ્રેરીમાં બુકો પણ વસાવી છે અને યુવતીઓ શાંત વાતાવરણમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular