જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલી યોગેશ્વરધામ સોસાયટીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલા સહિત સાત શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.1.12 લાખની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી તીનપીતનો જૂગાર રમતા પાંચ મહિલા સહિત સાત શખ્સોને રૂા.15,500 ની રોકડ રકમ સાથે દબોચી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ એ પોલીસ રેઈડ દરમિયાન સુખા મેરુ મકવાણા, જેન્તી કેશુ કોળી, કેશુ રામજી મકવાણા અને ચાર મહિલાઓ સહિત સાત શખ્સોને રૂા.1,12,309 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટી-2 માં મેકસવાળી શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી બી પોલીસે રેઈડ દરમિયાન હિતેશ ઉર્ફે મચ્છો હરીશ જાડેજા, ગૌરવ હરકિશન ગાંગડિયા અને પાંચ મહિલાઓ સહિત સાત શખ્સોને રૂા.15500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બે સ્થળોએ જૂગાર દરોડામાં 9 મહિલા સહિત 14 શખ્સો ઝડપાયા
હાપામાંથી જૂગાર રમતા ત્રણ શખ્સ અને ચાર મહિલા તીનપતિ રમતા ઝબ્બે : રૂા.1.12 લાખનો મુદ્દામાલ કબ્જે : નવાગામ ઘેડમાંથી જૂગાર રમતા પાંચ મહિલા સહિત સાત શખ્સ ઝડપાયા: રૂા.15500 ની રોકડ રકમ કબ્જે