જામજોધપુર તાલુકાના સતાપર ગામના ઘાટ વિસ્તારમાં વડલાના ઝાડ નીચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને સ્થાનિક પોલીસે રૂા.76320 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા બે સહિતના છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સતાપર ગામના ઘાટ વિસ્તારમાં વડલાના ઝાડ નીચે તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન ગોપાલ ભીમા ગુજરાતી, મહેશ અરજણ સોંદરવા, ભગા સીદી ગુજરાતી અને હરદાસ મેરામણ ઓડેદરા નામના ચાર શખ્સોને રૂા.10320 ની રોકડ રકમ, રૂા.6000 ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ અને રૂા.60000 નીકિંમતના બે બાઈક સહિત કુલ રૂા.76,320 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ અને નાશી ગયેલા ભૂપત સોમા અને જીકા જેઠા ડાભી સહિતના છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.