જામનગર શહેરતથા ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરી થયેલ 6 મોટરસાઇકલના 1,50,000ના મુદ્દામાલ સાથે એલસીબી એ ચાર શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, છેલ્લા ત્રણેક માસના સમય ગાળા દરમ્યાન જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે, કનસુમરા ગામના પાટીયા પાસે તથા જામનગર શહેરમાં ખંભાળીયા બાયપાસ, રાજીવનગર તથા સોનલનગર જેવા વિસ્તારમાંથી મોટર સાયકલ ચોરીના બનાવો બન્યા હતા. જે મોટર સાયકલ ચોરીના બનાવો અંગે ફરીયાદીઓએ મેધપર પોલીસ સ્ટેશન, પંચકોષી બી પોલીસ સ્ટેશન તથા સીટી સી ડીવી પોલીસ સ્ટેશનમાં અજાણયા માણસો વિરૂધ્ધ ફરીયાદ કરી હતી. આ દરમ્યાન એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા યશપાલસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે જીલ્લા પોલીસ વડા પ્રેમ્સુખ ડેલુંની સુચના અનુસાર પી.આઈ. કે.કે.ગોહીલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.બી.ગોજીયા તથા સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા દરેડ ગામે મસીતીયા રોડ ઉપર મુરલીધર સોસાયટી પાસેથી રવીરાજસિંહ મહેન્દ્રસિંહ કંચવા, વિપુલ જયેશભાઇ મકવાણા, નવાજ હારૂનભાઇ આમરા, ગજરાજસિંહ કનકસિંહ રાઠોડ નામના શખ્સોને રૂ. 1,50,000ની કિમંતના હોન્ડા, એકટીવા, એકસેસ સહીત કુલ 6 મોટરસાઇકલના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ આ ગુન્હામાં હજુ બાલાજી ઉર્ફે બાલો રામજીભાઇ પરમાર, અજયસિંહ રણજીતસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ ચુડાસમાની શોધખોળ હાથ ધરી છે.