ધ્રોલ તાલુકાના માનસર ગામમાંથી પોલીસે તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.10,350 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં
જૂગાર દરોડાની વિગત મુજબ, ધ્રોલનાં માનસર ગામના દવાખાના સામે વોકળામાંખુલ્લા પટમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન તીનપતિનો જૂગાર રમતા દિનેશ મનજીભાઈ તામોલીયા, ખેંગાર મકુભાઈ સોલંકી, અજય ગુલાબભાઈ રાઠોડ, પ્રવીણ સોમાભાઈ રામોલીયા નામના ચાર ચાર શખ્સોને રૂા.10,350 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં